એક અનોખું સિનેમા વિશ્વ: Marvel Cinematic Universe (Phase 2: May 2012 – May 2015)

Marvel_GIF_by_missacheese


[આ લેખનો પ્રથમ ભાગ વાંચવા અહી ક્લિક કરો – એક અનોખું સિનેમા વિશ્વ: Marvel Cinematic Universe (Phase 1: July 2006 – April 2012)]


$207,438,708 જેટલી માતબર રકમ પહેલા જ week-end માં, જેણે અમેરિકાનો ઓપનીંગ week-end નો રેકોર્ડ તો તોડ્યો જ તથા  $1,511,757,910 જેટલી અધધ રકમની કુલ કમાણી કરી The Avengers એ ટીકીટ બારી પર Marvel studios માટે ટંકશળ ઉભી કરી દીધી અને કમાણીની દ્રષ્ટિ એ જેમ્સ કેમેરૂનની Avatar અને Titanic પછી ત્રીજા ક્રમે આવી ગઈ. પણ આટલાથી સંતોષ માની લે એ Marvel નહિ! હજી પણ તેમને આગળ વધીને નવી ઉંચાઈ સુધી પહોચવું હતું અને પોતાના fans માટે કંઇક નવું લાવવું હતું અને તેની તૈયારીઓ તો Avengers રીલીઝ થયું એ પહેલા થી જ ચાલુ હતી પણ Avengers ની અપાર સફળતાએ એ ચક્રોને વધુ ઝડપે ગતિમાન કરી દીધા.

Iron Man Three

im3

મૂવીનું કાસ્ટિંગ અને પ્રિ-પ્રોડક્શન તો 2011 થી જ ચાલુ હતું અને હવે Avengers ની અપાર સફળતા પછી ગણતરીના દિવસોમાં જ Headline star cast સાથે Iron Man 3 ના શૂટિંગના શ્રી ગણેશ થઇ ગયા. હવે તો Avengers પછી લોકોની અપેક્ષાઓ ખૂબ વધી ગઈ હતી અને વળી પાછું કોઈ સુપર હીરો ટીમ વિના ફક્ત એકલા Iron man ના ખભે ફિલ્મનો આધાર હતો. પરંતુ Drew Pearce અને Shane Blake ની અફલાતૂન સ્ક્રીપ્ટ અને Shane Blake નું જ ડીરેક્શન ફિલ્મ માટે મજબૂત પાયો હતા. તો વળી “કહાની મેં ટ્વિસ્ટ” વાળી મેન્ડારિયનની સ્ટોરી તથા અદભૂત special effects નો તો કોઈ જવાબ નહિ. મારા જેવા ફેન્સ તો “House Party Protocl” (જેમાં Iron man ના બધા જ suits એકસાથે Iron man ની મદદે આવે છે.) જોઇને જ પાણી પાણી થઇ ગયેલા. છેલ્લે પોસ્ટ ક્રેડીટ સીનમાં Tony ને Dr. Bruce Banner (Hulk) સાથે જોઈને પણ મઝા પડી ગઈ, ફિલ્મની શરૂઆત Tony ના નેરેશનથી થાય છે અને આ પોસ્ટ ક્રેડીટ સીનમાં ખબર પડે છે કે તે આખી વાર્તા Bruce ને કહેતો હોય છે અને Bruce બિચારો કંટાળીને ઊંઘતો ઝડપાય છે!

Iron Man Custom Made Poster2 (1) Iron-man-3-imax-2iron_man_three_ver2_xlg[1]

May 2013 માં રીલીઝ થયા બાદ આ મૂવીએ બોક્ષ ઓફીસ પર એટલા તો માઈલ સ્ટોન સર કર્યા કે લીસ્ટ બનાવવું પણ પળોજણનું કામ થઇ પડે! Avengers પછી Marvel ની બીજા નંબરની highest grossing ફિલ્મ બની અને $1.2 billion ની વિશ્વકક્ષાએ કમાણી કરી.

Marvel One-Shot: All Hail the King (2014)

iron_man_3_mandarin-wallpaper-1024x768

Iron Man Three નો ટ્રેવર સ્લેટરી જયારે જેલ માં હોય છે ત્યારની આમાં વાર્તા છે, જેલમાં તેનો મોટો ફેન-બેઝ છે અને એક રિપોર્ટર તેનો ઈન્ટરવ્યુ લેવા આવે છે. વળી આમાં Iron Man 2 નો Justin Hammer (Sam Rockwell) પણ એ જ જેલ માં જોવા મળે છે. એકદમ ફની અને હટકે શોર્ટ છે અને Iron Man Three ના ટ્વિસ્ટને All Hail the King વળી નવો ટ્વિસ્ટ આપે છે.

Marvel’s Agents of S.H.I.E.L.D.

15419-112181[1]

જયારે 2009 માં Disney એ Marvel Entertainment ને ખરીદી લીધું ત્યારે જ એવું જાહેર થયેલું કે હવે Marvel Television ડીવીઝન પણ શરુ થશે, જે Comic books પર આધારિત TV શોઝનું નિર્માણ કરશે અને તે પણ Marvel Cinematic Universe નો જ એક ભાગ હશે. August 2012 માં અમેરિકાના કેબલ નેટવર્ક ABC (કે જે Disney ની જ subsidiary છે) એ S.H.I.E.L.D. નામની સીરીઝનો pilot એપિસોડ ઓર્ડર કર્યો જે Avengers ના ડીરેક્ટર Joss Whedon દ્વારજ લખવામાં અને ડીરેક્ટ કરવામાં આવેલો અને અંતે May 2013 માં ABC દ્વારા તેને ઓફિશિઅલી પીક કરવામાં આવી અને તેનું નામ અપાયું Marvel’s Agents of S.H.I.E.L.D.

આ ટીવી શો શરુ થયો ત્યારે લોકોને એક મોટો આંચકો લાગ્યો કેમકે જે Agent Coulson, Avengers ફિલ્મમાં Loki ના હાથે શહીદ થયો હોય છે તે આ સીરીઝમાં જીવિત છે અને આ બધું કેવી રીતે થયું એ જ આ સીરીઝના મુખ્ય પ્લોટ પોઈન્ટ્સ માંથી એક છે; તો વળી જુદા જુદા એપિસોડ્સમાં Marvel ના સિનેમા જગતના ઘણા કેરેક્ટર્સ જોવા મળે છે જેમકે Agent Maria Hill (Avengers), Director Nick Fury, Lady Sif (Thor), Agent Sitwell, Agent Carter, Dr. List etc.

maos-122aoss2

શોની શરૂઆત થોડી ઠંડી રહી હતી અને અમુક એપીસોડસ પણ fillers જેવા હતા પરંતુ Captain America: The Winter Soldier માં બનેલી ઘટનાઓ ને કારણે સીરીઝમાં ધડ-મૂળના ફેરફારો આવ્યા અને કંટાળજનક માંથી થ્રીલ્લીંગ અને એક્સાઇટીંગ બની ગઈ. સીઝન 2 તો વધારે સાહસિક અને રસપ્રદ બની રહી છે, ઘણા નવા કેરેક્ટર્સની એન્ટ્રી અને વધારે એક્શન અને ઇન્ટર-કનેક્ટિંગ સ્ટોરી લાઈન્સ જોવા મળી રહી છે.

સીરીઝની વાર્તા મુખ્ય ટીમ પર છે જેનો લીડર Agent Coulson છે, જે દરેક એપિસોડમાં કોઈક વિચિત્ર કેસ સોલ્વ કરવા પ્રયત્નો કરે છે અને સાથે સાથે પોતે કઈ રીતે જીવતો રહ્યો તેની પાછળનું રહસ્ય શોધવા મથે છે. વળી Captain America: The Winter Soldier ની ઘટનાઓ પછી તો Coulson ના માથે S.H.I.E.L.D. ને ચાલું રાખી ફરીથી ઉભી કરવાની જવાબદારી પણ આવી પડી છે અને આ બધા સાથે દુનિયાના રક્ષણની જવાબદારી તો ખરી જ!

Thor: The Dark World

t2

Thor નો જુગાર ફળ્યા પછી Marvel હવે કોઈ જ રાહ જોવા માંગતું ન હતું અને June 2011 માં તો તેમણે Thor ની સિકવલ Thor: The Dark World ની જાહેરાત કરી December માં તો કાસ્ટિંગ અને પ્રિ-પ્રોડક્શન શરુ કરી દીધું. Avengers ની ઝળહળતી સફળતા પછી September 2012 માં તો મૂવી નું શૂટિંગ શરુ થઇ ગયું.

thor_the_dark_world_ver2[1] tumblr_ms91y9abab1qeuzrdo1_1280[1]

આ મૂવીમાં Infinity Stone માં ના એક એવા “Aether” ની વાત છે, જે કોઈક રીતે Thor ની પ્રેમિકા Jane ના શરીરમાં દાખલ થઇ જાય છે અને હવે Thor એ Aether થી Jane ને બચાવવાની છે તથા તેને મેલેકીથના, કે જે Aether નો ઉપયોગ કરી બ્રહ્માંડ ખતમ કરવા માંગતો હોય છે, હાથ માં જતું રોકવાનું છે. આ મૂવી માં પણ Loki આગળના મૂવીઝથી અલગ અને છતાં પહેલાના જેવો જ sinister જોવા મળે છે! Loki અને Thor ની કેમેસ્ટ્રી એકદમ જોરદાર જામે છે. મૂવીના છેલ્લા ભાગની sequences એકદમ મસ્ત Marvel formula માં ઢળેલી છે, એકદમ એક્શન પેક, વિચિત્ર અને ક્યાંક ક્યાંક humorous.

Thor ની આ સીક્વલે Thor ના બોક્ષ ઓફીસ કલેક્શનનો રેકોર્ડ તો પહેલા 19 દિવસમાં જ તોડી નાખ્યો અને વિશ્વકક્ષાએ લગભગ $645 million કમાયું.

Thor: The Dark World ના પોસ્ટ ક્રેડીટ સીનમાં Thor ના મિત્રો Lady Sif અને Volstagg, Aether લઈને Collector પાસે જાય છે અને તેને રાખવા માટે આપે છે. ત્યારે Collector પૂછે છે કે Asgard આટલું સુરક્ષિત હોવા છતાં મને કેમ આપ્યું ત્યારે Volstagg કહે છે Tesseract તો Asgard પર છે જ અને એટલે બે infinty stones એક સાથે એક જગ્યાએ તો ના જ રાખી શકાય. છેલ્લે જયારે તે લોકો જતા રહે છે ત્યારે Collector બોલે છે “One down, five to go.” અને બીજા પોસ્ટ ક્રેડીટ સીનમાં Thor પોતાની પ્રેમિકા Jane માટે પૃથ્વી પર પાછો આવે છે.

Captain America: The Winter Soldier

ca2

Avengers પછીની બે ફિલ્મોની પારાવાર સફળતા પછી હવે Captain America નો વારો હતો. પ્રથમ ફિલ્મના મિશ્ર પ્રતિસાદ પછી હવે તો મોટી જવાબદારી સાથે આ ફિલ્મનું નિર્માણ કરવાનું છે. વળી Captain America: The First Avenger ની રીલીઝ પહેલા જ લેખકો Christopher Markus અને Stephen McFeely એવું જાહેર કરી દીધું કે અમને Marvel એ સિકવલની સ્ટોરી લખવા માટે hire કરી લીધા છે. તો September 2011 માં Chris Evans (Captain Ameica) એ કહ્યું કે કદાચ સિકવલ નહિ બને. છેવટે March 2012 માં સ્ટુડીઓએ Anthony and Joseph Russo ને ડીરેકટર્સ તરીકે hire કરીને April 2014 માં સિકવલ રીલીઝ કરવાની જાહેરાત કરી. છેવટે June 2012 માં પ્રિ-પ્રોડક્શન અને April 2013 થી Captain America: The Winter Soldier ના ફીલ્મીંગની શરૂઆત થઇ ગઈ.

captain-america-the-winter-soldier-comic-con-poster

આ ફિલ્મમાં Cap, બેટલ ઓફ ન્યુ યોર્ક પછી આ દુનિયામાં adjust થવા માટે પ્રયત્ન કરી રહ્યો છે અને S.H.I.E.L.D. માટે કામ કરી રહ્યો પણ હજી એ sure નથી કે એ ખરેખર સારું કરી રહ્યો છે કે નહિ અને દુવિધામાં છે અને આ બધાની વચ્ચે જ એક મોટું સસ્પેન્સ અને ભયંકર પ્લોટ ટ્વિસ્ટ બહાર આવે છે જેમાં ખબર પડે છે કે જે HYDRA ને લોકો ખતમ થઇ ગયેલી માની રહ્યા હતા એ S.H.I.E.L.D. ના છાયામાં છુપાઈને વધી રહ્યું હોય છે જેણે હવે મોકો મળતાજ S.H.I.E.L.D. પર પોતાનો કબજો જમાવી દીધો છે અને હવે પોતાના બદઈરાદાઓ પૂર્ણ કરવા માટે આગળ વધી રહ્યું છે અને આ બધું અટકાવવાની જવાબદારી Cap અને તેના ગણતરીના સાથીઓ પર છે. આ બધાની વચ્ચે Cap ની સામે એક મોટો પડકાર આવે છે, પોતાનો જ નાનપણનો મિત્ર અને સાથી Bucky જે હવે brain wash થઈને Winter Soldier બનીને દુશ્મન તરીકે સામે આવે છે. આવો જોરદાર પ્લોટ અને એક્શન તથા visual effects થી ભરપુર ફિલ્મ સફળતાની દ્રષ્ટિએ Avengers ને પણ આંટી ગઈ પછી ભલે Avengers જેટલી કમાણી કરી શક્યું નહિ પરંતુ છતાં $715 million જેટલી માતબર રકમનો બીઝનેસ કર્યો.

Captain_America_Red_Balckred_ws

આ મૂવીના અંત માં બે post credit scenes જોવા મળ્યા; પ્રથમ સીનમાં HYDRA ની કોઈ એક ખૂફિયા પ્રયોગ શાળામાં Baron Von Strucker અને Dr. List વાતો કરતા નજરે પડે છે, જેમાં તેઓ ટ્વિન્સની વાત કરી રહ્યા હોય છે અને એ ટ્વિન્સ કાચના કેદખાનામાં પુરાયેલા હોય છે, જેમાં Pietro Maximoff/Quicksilver ખૂબ (super human) ઝડપે દોડતો હોય છે જયારે Wanda Maximoff/Scarlet Witch પોતે જાદુઈ શક્તિઓનો પ્રયોગ કરતી જોવા મળે છે; આ સીન Avengers: Age of Ultron માટે જ મુકવામાં આવેલો છે, કેમકે તેમાં આ તમામ કેરેક્ટર્સ અગત્યનો ભાગ ભજવે છે. બીજા સીનમાં Bucky/Winter Soldier પોતાના ભૂતકાળ સમા Smithsonian museum માં ના પોતાના પરના પ્રેઝન્ટેશનને નિહાળતો જોવા મળે છે.

Guardians of the Galaxy

gotg

આગળની બધી જ ફિલ્મોની “છપ્પર ફાડ” સફળતા પછી હવે વારો હતો કંઇક નવું અજમાવાનો, અને 2010-2011 માં SDCC તથા ઇન્ટરવ્યુઝ દરમિયાન Kevin Feige એ અછડતો એવો ઉલ્લેખ કર્યો હતો કે Guardians of The Galaxy પર ફિલ્મ બની શકે છે અને તે Thor સિવાય Cosmic univesre ને વિસ્તારવાની સારી તક બની શકે છે; છેવટે 2012ના SDCCમાં તેમને કન્ફર્મ કર્યું કે હવે Guardians of The Galaxy ફિલ્મ રૂપે નિર્માણ પામશે. September, 2012 માં ડીરેક્ટર તરીકે James Gunn જોડાયા અને કાસ્ટિંગની પ્રક્રિયા પછી July, 2013માં ફિલ્મનું નિર્માણ શરુ થયું.

આ બધાની શરુઆત દરમિયાન Marvel ની એવી ટીકા પણ થઇ કે હવે કંઈ ના મળ્યું એટલે છેક તળિયેથી એવી property શોધી કાઢી કે જેનું કોઈએ નામ પણ નથી સાંભળ્યું અને જેમાં એક બોલતું raccoon અને હાલતું-ચાલતું ઝાડ છે(!), પરંતુ સમય જતા અને Marvel નો પોતાની ટીમ પરનો વિશ્વાસ તથા સફળતાનો ટ્રેક રેકોર્ડ જોતા ક્રિટીક્સ પણ શાંત થયા. તો વળી James Gunn તો આવી વિચિત્ર ફિલ્મો (Slither & Super {Super એ comic books પર આધારિત ન હોય તેવી મેં જોયેલી બેસ્ટ સુપર-હીરો ફિલ્મોમાંની એક છે.} ) બનાંવા માટે જ પ્રખ્યાત છે.

GuardiansPoster GOTG_COMIC

ફિલ્મની રીલીઝ ડેટ હતી August, 2014 અને અત્યાર સુધી August માં રીલીઝ થતી ફિલ્મોનો ટ્રેક રેકોર્ડ એટલો સારો ન હતો છતાં પણ ટ્રેડ પંડિતો એવું ધરતા હતા કે GoTG ઓપનીંગ વીકેન્ડમાં વધુમાં વધુ $60-65 million કમાઈ શકશે, પણ જયારે મૂવી રીલીઝ થયું ત્યારે તેણે તમામ રેકોર્ડને ધરાશાયી કરવાની સાથે $90-95 million ની ટંકશાળ પાડી અને August નો all-time રેકોર્ડ પણ તોડી નાખ્યો અને છેવટે વિશ્વ કક્ષાએ $774.2 million ની કમાણી કરીને કમાણીની દ્રષ્ટિએ Marel નું The Avengers અને Iron Man 3 પછી નું ત્રીજા ક્રમનું મૂવી બન્યું તથા 2014 નું (Transformers: Age of Extinction અને The Hobbit: The Battle of the Five Armies) પણ ત્રીજા ક્રમનું મૂવી બન્યું.

આ મૂવીમાં ચાર જણા Peter Quill a.k.a. Star-Lord, Rocket, Gamora તથા Groot સંજોગો વશાત ભેગા થાય છે અને તેમનું લક્ષ્ય એક અથવા બીજી રીતે એક જ હોય છે જેથી શરૂઆતની શત્રુતા ભૂલીને તેઓ પોતાનું આ લક્ષ્ય સાધવા પૂરતા ભેગા થાય છે; આ લક્ષ્ય હોય છે ગમે તે કરીને Ronan ને રોકવો અને તેના હાથમાં orb આવવા દેવું નહિ કે જેની અંદર Infinty Stones માં નો એક stone છુપાયેલો હોય છે. આ ફિલ્મમાં Collector સારી રીતે Infinity Stones નું મહત્વ સમજાવે છે; સાથે સાથે The Avengers ના post credit scene માં જોવા મળેલો Thanos પણ જોવા મળે છે જેનું એક માત્ર લક્ષ્ય તમામ Infinity Stones ભેગા કરીને બ્રહ્માંડનો સર્વનાશ કરવો.

Yondu નો રોલ પણ એકદમ મસ્ત અને cool હતો, તેના સીટી મારવાથી કંટ્રોલ થતા તીર વાળી સિક્વન્સ એકદમ જોરદાર હતી; તેની સાથે-સાથે ફિલ્મનો sound track પણ ખૂબ પ્રશંસા પામ્યો કે જેમાં બધા ’70 ના દાયકાના ગીતો હતા અને તમામની પસંદગી ડિરેકટર James Gunn એ પોતે કરી હતી. અંતમાં baby Groot નો dance પણ ઘણો વખણાયો, કે જેનું મોશન કેપ્ચર પણ James Gunn એ પોતે જ કર્યું હતું. મૂવીનું સૌથી અગત્યનું પાસું તો એ હતું કે special effects પર આધારિત રહેવાને બદલે જ્યાં પણ શક્ય હોય ત્યાં practical effects નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ ફિલ્મમાં અંતે પોસ્ટ ક્રેડીટ સીન હતો ખરો પણ એ કોઈ આવનાર ફિલ્મના સંદર્ભમાં ન હતો ઉલટાનું Marvel ની 1986માં આવેલી ફિલ્મ Howard The Duck (કે જે ખૂબ જ ખરાબ ફિલ્મ ગણાય છે – Guilty Pleasure film!) ના સંદર્ભમાં હતો; આ સીનમાં Howard the Duck ફરિયાદ કરતો જોવા મળે છે! Which was a wink-wink 😉 from Marvel to its fans!!

 Agent Carter

marvel-agent-carter-poster[1]

2013માં Marvel One-Shot: Agent Carter ને મળેલા સારા પ્રતિસાદ પછી Agent Carter ને પણ એક TV સીરીઝનું રૂપ આપવાનું નક્કી થયું અને ABC એ આ સીરીઝનો પણ ઓર્ડર આપ્યો, શરૂઆત માં 13 એપિસોડ નક્કી થયેલા પણ છેવટે 8 એપિસોડની ઇવેન્ટ સીરીઝ આવશે એવું નક્કી થયું અને લેટ 2014 થી 2015 વચ્ચે જયારે Agents of S.H.I.E.L.D. નો હાયબરનેશન પીરીઅડ ચાલતો હોય ત્યારે તેના જ ટાઈમ સ્લોટમાં પ્રસારિત કરવાનું નક્કી કરવામાં આવ્યું અને છેવટે 6 January, 2015 ના રોજ એકસાથે બે એપિસોડ આવ્યા અને થયા Agent Carter ના કંકુના!

Agent Carter Agent Carter1

આ સીરીઝ એ Agent Carter One-shot પહેલા અને Captain America: The First Avenger પછી સેટ થયેલી છે, જેમાં Agent Carter એ હજી Strategic Science Reserve (SSR) માં એક એજન્ટ તરીકે કામ કરે છે. આમાં Agent Carter તરીકે Hayley Atwell તથા Howard Stark (Tony Stark ના પિતા અને Cap ના મિત્ર) તરીકે Dominic Cooper એ (રીકરીંગ કાસ્ટ તરીકે) પોતાનો રોલ રીપ્રાઈઝ કર્યો છે. આ સિરીઝની શરૂઆતમાં જ અમુક ઘટનાઓને કારણે Howard Stark દેશદ્રોહી છે એવી છાપ ઉભી થાય છે અને SSR તેની શોધમાં છે, પરંતુ Howard એ Agent Carter ને મળીને પોતાને નિર્દોષ સાબિત કરવામાં મદદ કરે એવી વિનંતી કરે છે અને ત્યાંથી ચાલુ થાય છે સિરીઝની ડબલ પ્લોટ લાઈન કે જેમાં એક બાજુ Agent Carter એ SSR માટે કામ કરવાનું છે અને બીજી તરફ Howad ને નિર્દોષ સાબિત કરવા SSR માં જ રહીને અંડર કવર SSR ની વિરુદ્ધમાં પણ કામ કરવાનું છે. આમાં વળી Howard Stark નો નોકર-કમ-મિત્ર Edwin Jarvis, Agent Carter ના side-kick તરીકે કામ કરે છે.

આ સીરીઝને પણ દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને તેમાં પણ Haylay Atwell ની ખૂબ પ્રશંશા થઇ; Dominic Cooper પણ Robert Downey Jr ને સારી રીતે પ્રિસીડ કરી શક્યો એ માટે તેના પણ વખાણ થયા.

Marvel-Sony “Spidey” Deal

9[1]

Sony પાસે Mavel ના સૌથી ફેમસ અને લોકપ્રિય સુપર હીરો Spider-Man ની ફિલ્મો બનાવવાનું લાઇસન્સ હતું એટલે Fans ની ગમે તેટલી માંગણી અને આજીજીઓ છતાં Spider-Man ને Avengers માં સ્થાન આપી શકાતું ન હતું; Sony એ આ હક્કો જતા ના કરવા પડે એટલા માટે એક વાર પૂરી થઇ ગયેલી Spider Man franchise ને નવા નામે બનાવી રીલીઝ કરી: The Amazing Spider-Man. આમાં પણ પ્રથમ ફિલ્મ સફળ રહી અને Andrew Garfield ને પણ નવા Spidey તરીકે સૌએ વધાવી લીધો. આ સફળતા પછી સિકવલ આવી The Amazing Spider-Man 2 જે પ્રથમ ફિલ્મ જેવો કરિશ્મા ના કરી શકી તેને financial રીતે તો નફો કર્યો પરંતુ દર્શકો તથા ક્રિટીક્સ બંને તરફથી મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો. આ બધા દરમિયાન fans ની માંગણી તથા પોતાના નફા માટે Marvel એ Sony જોડે deal કરવા માટે પ્રયત્નો ચાલુ રાખ્યા હતા; વળી Sony એક આખી કંપની તરીકે નુકસાનમાં ચાલતી જ હતી, તેમાં દુકાળમાં અધિક માસની જેમ The Interview મૂવીની કોન્ટ્રોવર્સી ઉભી થઇ અને પડ્યા પર પાટુ હોય તેમ Hacking ની ઘટના બની ગઈ. આ બધી ઘટનાઓ ને કારણે Sony માં ધડ-મૂળથી ફેરફારો થયા અને મેનેજમેન્ટ તથા લીડરશીપ પણ બદલાયી ગઈ.

છેવટે February, 2015 માં Sony-Marvel એ જાહેર કર્યું કે હવે અમારા વચ્ચે deal થઇ ગઈ છે, આ deal ના ભાગ રૂપે હવે Spider-Man ની ફિલ્મો બનાવવા માટેના હક્કો તો Sony પાસે જ રહેશે પરંતુ Marvel ની “દેખરેખ” હેઠળ બનશે અને આ અંતર્ગત The Amazing Spider-Man ની franchise પડતી મુકાશે અને નવેસર Marvel Cinematic Universe ની અંદર નવા એક્ટર સાથે franchise reboot કરીને Spider-Man ની એન્ટ્રી થશે; સૌ પ્રથમ (લગભગ) Captain America: Civil War માં Spidey ની એન્ટ્રી થશે અને 28 July, 2017 માં Spidey ની નવી ફિલ્મ આવશે જે પણ MCU માં જ હશે.

Daredevil

dd

October, 2012 માં 20th Century Fox પાસેથી Marvel Studios એ Daredevil ના હકો પાછા મેળવ્યા જેથી હવે Daredevil ને Marvel Cinematic Universe માં મૂવી દ્વારા introduce કરી શકાય તેમ હતો પરંતુ, તે પછી એવું નક્કી થયું કે તે ટેલીવિઝન પ્રોપર્ટી તરીકે વધારે સારું રહેશે. ત્યાર બાદ 2013 ના અંતમાં Marvel અને Disney એ જાહેરાત કરી કે Netflix પર Daredevil, A.K.A. Jessica Jones, Iron Fist અને Luke Cage ની દરેક ના 13 એપીસોડસની સીરીઝ આવશે બધી જ છેવટે Defenders ની મીની-સીરીઝ આવશે જેમાં આ તમામ સ્ટ્રીટ લેવલ હીરોઝ ભેગા જોવા મળશે (જે Avengers ના જ ફોરમેટને અનુસરે છે પહેલા અલગ-અલગ હીરોઝને સ્વતંત્ર રીતે ઇન્ટ્રોડયુસ કરવાના અને પછી તમામને એક મેગા-ઇવેન્ટમાં ભેગા કરવાના.)

સૌ પ્રથમ Drew Goddard ને શો-રનર તરીકે લેવાય પરંતુ પાછળ થી April, 2014 માં તેઓને The Amazing Spider-Man ની સ્પીન-ઓફ Sinister Six (now on the hold until further development, due to Marvel-Sony deal) ડીરેક્ટ કરવા માટે Sony દ્વારા સાઈન કરાયા એટલે તેમણે Daredevil ના શો-રનર તરીકેનું પદ છોડી દીધું અને તેમની જગ્યાએ Steven S. DeKnight જોડાયા અને Goddard કે જેમણે Daredevil ના પ્રથમ બે એપિસોડ ડીરેક્ટ કર્યા હતા એ કન્સલટંટ તરીકે જોડાયેલા રહ્યા. May, 2014 માં કાસ્ટિંગ ચાલુ થયું અને છેલ્લે 10મી April, 2015 ના રોજ Netflix પર એકસાથે 13 એપિસોડ રીલીઝ થઇ ગયા (અને આ બંદાએ એક દિવસે સળંગ 8 કલાક અને બીજા દિવસે સળંગ 5 કલાક binge watch કરીને સીરીઝ પૂરી કરી દીધી!).

NetflixDaredevilPoster[1]daredevil-artdaredevil-netflix-red-suit[1]

આ સીરીઝમાં વાત છે એક એવા વ્યક્તિ Matt Murdock ની કે જે બાળપણમાં એક અકસ્માતને કારણે અંધ થઇ ચુક્યો છે પણ તેની બીજી બધી ઈન્દ્રીઓ એકદમ તેજ થઇ ચુકી છે, જે New York ના Hell’s Kitchen નામના વિસ્તારમાં રહે છે જ્યાં Avengers ના અંતે થયેલ battle of New York (Alien Chitauri armys’ attack) ને કારણે ખૂબ નુકસાન થયું છે; દિવસે તે વકીલ છે અને રાત્રે કોસ્ચ્યુમ પહેરીને ક્રાઈમ ફાઈટ કરવા નીકળી પડે છે. આ સીરીઝ બે ટાઈમ લાઈનમાં વહેચાયેલી છે; એક માં તેના બાળપણના બનાવો અને બીજીમાં વર્તમાનમાં થઇ રહેલી ઘટનાઓ. આ સીરીઝનો મુખ્ય ખલનાયક Wilson Fisk છે અને તેની બેક સ્ટોરી પણ એકદમ જોરદાર છે અને એ જોઇને તમે તેનો પોઈન્ટ ઓફ વ્યુ પણ જાણી શકો અને ખરા અર્થમાં તેને પણ સમજી શકો જેથી તેના માટે પણ તમારા મનમાં ભાવનાઓ ઉત્પન્ન થાય. એક રીતે જોવા જઈએ તો ખલનાયક ન લાગતા બસ એવો એક વ્યક્તિ જ લાગે કે જેની વિચારસરણી અલગ છે અને અમુક જગ્યાએ તમે તેની સાથે સહમત પણ થઇ જાઓ. સીરીઝની સપોર્ટીંગ કાસ્ટ પણ એકદમ જોરદાર છે અને ખરેખર આ અત્યાર સુધીમાં Marvel ની અને સુપર-હીરો જોનરની ઉત્તમમાં ઉત્તમ સીરીઝ છે અને તેમાં પણ એડલ્ટ રેટેડ (પણ વિકૃત નહી) અને એકદમ રીઆલીસ્ટીક હોવાથી અલગ જ પ્રકારનું વાતાવરણ ઉભું કરે છે.

daredevil-cast-1024x576[1]

આ સિરીઝે દર્શકો તથા ક્રિટીક્સને એકસાથે જોરદાર આંચકો આપ્યો અને બધાની વાહ-વાહી ભરી ભરીને મેળવી, અને તેથી બીજી સીઝન માટે તેને રીન્યુ પણ કરી દેવાઈ. આ સિરીઝે ખરેખર Marvel ની આવનાર સીરીઝીસ માટે એકદમ ઊંચું લક્ષ્યાંક સેટ કરી નાખ્યું છે તો આપણે એવી જ આશા રાખીએ કે એ તમામ આ લક્ષ્યાંક પર ખરી ઉતરે.

 Avengers: Age of Ultron

aaou

Joss Whedon ને જયારે પ્રથમ Avengers માટે સાઈન કરવામાં આવી રહ્યા હતા ત્યારે જ તેમણે Marvel કહેલું પ્રથમ મૂવી તો જે વાર્તા પ્રમાણે ચાલી રહ્યું છે એ બરાબર છે પણ બીજું તો Ultron સાથે જ હોવું જોઈએ ભલે પછી તમે મને સાઇન કરો કે ન કરો! પછી જે થયું એ તો સિનેમા જગત માટે ઈતિહાસ સ્વરૂપ જ છે. પ્રથમ ફિલ્મને મળેલી અપાર સફળતા પછી તરત જ એટલે કે May, 2012 માં મૂવીને સિકવલની જાહેરાત કરી દેવાઈ અને Joss ને ફરીથી ડીરેક્ટર તરીકે સાઈન કરી લેવાયા. Joss Whedon એ April, 2013 સુધીમાં તો ફિલ્મની સ્ક્રિપ્ટનો પ્રથમ ડ્રાફ્ટ લખી નાખ્યો અને February, 2014 થી તો Avengers: Age of Ultron નું શૂટિંગ શરૂ પણ થઇ ગયું.

Avengers Age of Ultron official poster Ultron Imax 4

મૂવીની શરૂઆત જ એકદમ ધમાકેદાર રીતે થાય છે, બધા Avengers સાથે મળીને Dr. Strucker ની પ્રયોગશાળા પર હુમલો કરે છે અને પોતાના કાર્યમાં સફળ તો થાય છે પણ ત્યાં જ તેમનો સામનો enhanced ટ્વીન્સ સાથે થાય છે; હવે આ બધી ઘટનાઓથી કંટાળેલો Tony Stark એક Artificial Inteligence નો Ultron પ્રોગ્રામ તૈયાર કરે છે, જેથી દરેક વખતે Avengers એ લડવા જવું ન પડે અને એ રોબોટ્સ જ આવનાર હુમલાને પહોચી વળે. પરંતુ, આ AI ધાર્યા કરતા ઉલટું જ પરિણામ આપે છે અને એવા તારણ પર આવે છે કે જ્યાં સુધી માણસ જાત હશે ત્યાં સુધી વિશ્વમાં સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત નહી થઇ શકે એટલે Ultron માણસજાતને ખતમ કરવાની યોજના બનાવે છે, અહીં “બકરું કાઢવા જતા ઊંટ પેઠું” એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

avengers-age-of-ultron

આ ફિલ્મની એક્શન સીક્વાન્સીસ અને ફાઈટીંગ કોરીઓગ્રાફી એકદમ કમાલ છે, તો નવા ઉમેરાયેલા Avengers, Scarlet Witch અને Quick Silver વચ્ચેની કેમેસ્ટ્રી જોતા જ બને છે અને તેમની પ્રેઝન્સ નવીનતા પૂર્ણ પડે છે, Vision તો વળી “સોને મેં સુહાગા” ની જેમ (લોકોને અચંબામાં નાખીને) મૂવીમાં એક નવું પાસું ઉમેરે છે; Vision નો રોલ Paul Bettany એ કર્યો છે અને તેણે જ J.A.R.V.I.S. નો અવાજ પણ આપ્યો છે, છતાં તમે બંને કેરેક્ટર્સ (હા J.A.R.V.I.S. પણ આ મૂવીમાં એક અલગ કેરેક્ટર તરીકે ઉભરી આવે છે!) વચ્ચે ભેદ કરી શકો એટલું જોરદાર પરફોર્મન્સ છે. Ultron ની તો વાત જ શું કરવી! James Spader એ Ultron નો અવાજ આપીને એક કરિશ્મા કરી દેખાડ્યો, sinister, robotic, ડરામણો અને થોડી humanity ની છાંટ સાથેનો અવાજ સાથેનું પરફોર્મન્સ અને Tony Stark એ ક્રિએશન કર્યું હોવાથી તેની પણ અસર જોવા મળે અને આ બધું ભેગું થઈને mind blowing Ultron નું નિર્માણ કરે છે. Hawkeye ને પ્રથમ ફિલ્મ માટે મેક અપ કરી આપતા હોય તેમ તેના કેરેક્ટરનું ડેવલપમેન્ટ તમે ધાર્યું પણ ના હોય તેવું સખત જોવા મળે છે. તમામ કેરેકટર્સ વચ્ચેની કેમેસ્ટ્રી પણ એકદમ મસ્ત મસ્તી ભરેલી જોવા મળે છે. સૌથી જોરદાર વસ્તુ તો એ કે આ મૂવીમાંની અમુક ઘટનાઓ દ્વારા જ MCU Phase 3 માટેના મૂવીઝના બીજ રોપી દેવામાં આવ્યા અને આ મૂવીના અંતે Avengers નું નવું રોસ્ટર પણ જોવા મળી જાય છે. છેલ્લે મીડ ક્રેડીટ સીન પણ કેમ કરી ભૂલી શકાય?! આમાં Thanos આ મૂવીની ઘટનાઓ જોયા પછી ગુસ્સે ભરાયો હોય તેમ આવે છે અને Infinty Gauntlet લઇને એમ કહે છે હવે તો બધું હું મારી જાતે જ કરી લઈશ.

vision ultron-poster

હું આ લખી રહ્યો છું ત્યારે આ ફિલ્મને અમેરિકામાં રીલીઝ થયે ફક્ત 4 જ દિવસ થયા છે એટલે ફક્ત પહેલી વીક-એન્ડ બોક્ષ ઓફીસના આંકડા જ ઉપલબ્ધ છે અને તેમાં પણ આ ફિલ્મે રેકોર્ડની સીરીઝ સર્જી દીધી, પહેલાતો પ્રથમ દિવસે જ $84 million નું ઓપનીંગ કે જે બીજા ક્રમનું (Harry Potter Deathly Hollows: Part 2  ના $91 million ના ઓપનીંગ ડે સાથે પ્રથમ ક્રમે છે.) હાઈએસ્ટ ઓપનીંગ છે, તો પ્રથમ વીક-એન્ડનું ઓપનીંગ $191 million કે જે પણ બીજા ક્રમનું (પ્રથમ Avengers પછી) હાઈએસ્ટ વીક-એન્ડ ઓપનીંગ છે (જો શનિવારે Mayweather vs Pacquiao ની Boxing Fight of the century ન હોત તો Avengers નો રેકોર્ડ આ ફિલ્મ તોડી જ નાખત! કેમકે મારાથી વધુ જ્ઞાની અને જાણકાર લોકોના મતે આ મેચના કારણે આશરે $50 million જેટલી રકમની ખોટ આ ફિલ્મને થઈ!).

HulkvsHulkbuster-Cabecera

આમ તો ટેકનીકલી Ant-Man પણ Phase 2 નું મૂવી છે પણ Marvel Cinematic Universe Phase 2 નો અંત આ મૂવી સાથે આવી ગયો એમ કહી શકાય. પણ આ વર્ષની પેલે પાર એક થી ચડીને એક કહી શકાય એવા Phase 3 ના મૂવીઝ રાહ જોઇને જ બેઠા છે અને તેનો શુભ આરંભ થશે બધા જ ફેન્સના ફેવરીટ અને મોસ્ટ એન્ટસીપેટેડ મૂવી Captain America: Civil War થી… તો આ જ લેખના ભાગ 3 સાથે ફરી મળીશું Avengers: Infinity War – Part II પછી 2019 માં! ત્યાં સુધી માણો આ વિડીઓ કે જે Avengers: Age of Ultron સુધીના બધા જ મૂવીઝની એક મોન્ટાજ છે.