પેલી લુચ્ચી

પેલી લુચ્ચી,
મને હેરાન કરી નાખે,
હમણાં કેડો છોડાવ્યો હોય,
ને પાછી ક્યાંકથી ટપકી પડે,
કેટલી મહેનત કરું,
ગમે તેટલી વાર દૂર ભાગું,
અવનવા રૂપે સામે આવી પડે,
કંટાળ્યો હું તો હવે,
વિચારું દર વખતે,
કે જાય એ તેલ લેવા,
પણ જેવી સામે આવે,
સામનો કર્યે જ છૂટકો થાય,
એક જ પ્રશ્ન મુંઝવે મને,
કે કેમ કરી છુટું,
આ માથાભારે પરિક્ષાથી!

ઉઠ્યો નથી કે WhatsApp !

સવાર-સવારમાં WhatsApp,
ઉઠ્યો નથી કે WhatsApp,
બ્રશ પહેલાએ WhatsApp,
ને બ્રશ પછીએ WhatsApp,
છાપાની પહેલાએ WhatsApp,
ને છાપાની પછીએ WhatsApp,
બ્રેકફાસ્ટની સાથેય WhatsApp,
કોલેજમાં જતાય WhatsApp,
ને ચાલુ કોલેજમાંય WhatsApp,
જમવાની સાથેય WhatsApp,
ને મુખવાસમાંય WhatsApp,
સાંજની ચામાંય WhatsApp,
ઉઠતા-બેસતા WhatsApp,
ભાઈબંધો સાથેય WhatsApp,
ઘેર જતાય WhatsApp,
ને નવરા બેઠાય WhatsApp,
ડીનરમાંય WhatsApp,
ને છેલ્લે સુતી વખતે ય WhatsApp,
આખી રાત WhatsApp,
ને સવાર-સવારમાં…!!

લાગ્યો મને ઝટકો

તું આવીને જે બેઠી,
ને દલડું મારું થઇ ગયું ઉભું,
કોણ છે આ અજાણ્યો ચહેરો ?
ને કેમ લાગે આટલો પ્યારો ?
વિચારોમાં ધરબાઈ ગયું આ મગજ મારું,
બધું રહી ગયું બાજુમાં,
વિચારો ભાગી ગયા તારી કલ્પનામાં,
ખોવાયો તે એવો ભયંકર,
ભૂલી ગયો ભાન,
ઈચ્છા થઇ ફરી એક ઝલક મેળવી લઉં તારી,
જોઉં છું તો છે તું ગાયબ,
ચારે બાજુ ફેરવી ડોકું,
કરવી હતી તસલ્લી મારે,
ના દેખાઈ તું તો દૂર દૂર સુધી,
ને લાગ્યો મને ઝટકો,
પછી શું?
મંગાવેલી સેન્ડવીચનો ભર્યો મેં એક બટકો!

તો આવ તું જ કરાવ આઝાદ, મને તારી આ કેદ માંથી

આપણે પહેલા મળ્યા હતા, કદાચ તને યાદ નથી,
કંઈ વાંધો નહિ મને પણ તેની કોઈ ફરિયાદ નથી;

જીવી લઉં છું હું તો ક્યારેક ફક્ત તારી જ યાદ માંથી,
ઉઠે છે ફક્ત તારા જ નામના પોકારો અંતર્નાદ માંથી;

જો છે તું મારી સંગ તો, જીવન માં કશું બરબાદ નથી,
જીવનમાં છે ખુશીઓ તો ફક્ત તારા જ ઉન્માદ માંથી;

કેમ કરી બચે રોનક આ અંતર-મનના વિવાદ માંથી,
તો આવ તું જ કરાવ આઝાદ, મને તારી આ કેદ માંથી.

આ તો દિલ છે મારું, આદતથી મજબૂર!

એક વાર નહી,
આ દલડું મારું,
તૂટ્યું છે હજારો વાર,
પણ છતાય,
આ સુંદર ચેહરા જોઇને,
ફરી ફરી ને ઇચ્છા થાય છે,
પાછી પ્રેમ કરવાની,
ને લાગી જાય છે હ્રદિયું મારું,
પેલા સુંદર મુખડાઓની યાદમાં,
તો શું કરું હું એમાં,
વાંક નથી કોઈ મારો,
આ તો દિલ છે મારું,
આદતથી મજબૂર!

તો કરું હું મજબૂત મનોબળ

બેઠો છું હું નવરો, ને ખયાલો છે મારા એકદમ Paranoid,
વિચારો પણ છે બેકાબૂ, Galaxyમાં ઘૂમે જેમ Asteroid;

આવી એ જ મૂંઝવણ ફરી, કે જેને મેં કરી વારંવાર Avoid,
વિચારો મારા ગૂંચવાયા, ને સાલું મગજ બન્યું Solenoid;

આ ટાણે ફોન પણ શું કામનો, ભલે હોય એ પછી Android,
કેમકે થયા છે મારા વિચારો ,એના થકી જ તો Destroyed;

Collection હોય Classic Songs નું, ને ખૂટે Pink Floyd,
ગુમ છે એમ જ કોઈક તત્વ સાલું, લાગે છે જીવન મારું Void;

બન્યો હવે છું હું કૃતનિશ્ચયી, બનીશ હવે હું Self Employed,
તો કરું હું મજબૂત મનોબળ, છેવટે તો એ જ છે મારું Steroid.

તારો પ્રતિસાદ પણ કેવો ?!

તારો પ્રતિસાદ પણ કેવો ?!
ક્યારેક છે ઉષ્મા ભર્યો ઉમળકો,
તો ક્યારેક વળી ઠંડોગાર,
વિચારું છું હું વારંવાર,
કે કેમ છે તારું વર્તન આવું,
એટલું જ પૂછું છું કે,
સાથ આપીશ મારો તું,
જીવનના દરેક પગલે,
એક જ શબ્દ તો કહેવાનો છે તારે,
બસ હા કે ના, પણ,
એક હરફ શુદ્ધા નીકળતો નથી તારો;
છે સંગાથ તારો તોય,
મન મૂંઝવે કે નથી જવાબ સ્પષ્ટ તારો,
ને એ વાતે,
You make me feel like,
I’ve been Locked out of Heaven…

તું ઈચ્છે તો પણ, I just can’t have you…

જે ઈચ્છતો હતો હું પામવા,
હતું બધું જ તારી પાસે,
પણ કેમ કરી પામી શકું તને ?
તું છે બસ એક ઝંખના,
આ મારા ભટકતા અંતરની,
હંમેશા કલ્પનાના રણમાં રખડતા,
હ્રદયનું તું છે એક મૃગજળ,
તો બસ,
તું ઈચ્છે તો પણ,
I just can’t have you…

હું Outdated બિચારો!

Smart Phones ના આ જમાનામાં બિચારા 2G અને 2.5G phones હાંસિયામાં ધકેલાઈ ગયા છે. ત્યારે હજીએ અમુક લોકો ખૂણે-ખાંચરે એવા ફોન વાપરતા નજરે પડે છે, ત્યારે હું વિચારું છું કે જો ફોનમાં પણ વિચારવાની શક્તિ હોત તો આવો ફોન શું વિચરતો હોત?! તો એવા જ એક phone ની મનોવ્યથા અહી રજુ કરી રહ્યો છું…

આવ્યો હતો નવો-નવો જયારે, હતો ત્યારે કંઈ ઠાઠ-માઠ મારો;
અરે વાહલો હતો હું એનો, અને હતો જાનથીએ એની પ્યારો!

કહેતો ફરતો એ લોકોને, કે છે મારા ફોનમાં GPRS ને કેમેરો;
ને લોકોય કેહતા કે વાહ ભાઈ વાહ, વટ પડે છે કંઈ તમારો!

પણ સમય વહી ગયો ક્યાંય, ને વાયો આ 3G કેરો વાયરો;
Technology એવી વિકસી, ને આવ્યો Android નો વારો!

Mobile ના આ મેળામાં, થઇ Smart Phones ની ભરમારો;
પૂછતુંય નથી કોઈ ભાવ મારો, થયો છું હું Outdated બિચારો!

રેડીઓ એક્ટીવ પ્રેમ

નિહાળી એ તને જે પ્રથમ વાર, ને દલડું થયું મારું એક્ટીવ,
વિચારો થયા એ મારા બધા ગુમ, ને મનડું થયું મારું ડીએક્ટીવ;

શું અદાઓ હતી એ તારી ! લાગતી ખૂબ મને એ સીડક્ટીવ,
થયો એ તારો છે સ્પર્શ પ્રથમ, ને રોમ-રોમ થયો જે રીએક્ટીવ;

વાતો એ કરી છે તારી જ સદા, લાગતી મને કેટલી એ ક્રિએટીવ,
પણ એવો અંધ હતો તારા પ્રેમમાં, ને બન્યું બધું જ મારું ડિસ્ટ્રક્ટીવ;

કર્યું બરબાદ બધું તુજ પાછળ, કોઈ ઓપ્શન રહ્યો ન સિલેક્ટીવ,
થયો એવો કંગાળ, તારો પ્રેમ જ કાળ-ઝાળ ને રેડીઓ એક્ટીવ…