કાળો અરીસો

કાળો અરીસો. આ શબ્દ સંભાળીને તમારા મગજમાં શું વિચાર આવ્યો? કાળા રંગનો અરીસો, કે એવો અરીસો જેમાં બધું કાળું દેખાય, કે પછી કાળ-મુખો અરીસો… રીઝર્વ ઓલ ધ જજમેન્ટ્સ. તમે જો લેપટોપ, PC, સ્માર્ટ ફોન કે ટેબલેટ આ બધા પૈકી કોઈ પણ ડીવાઈસ વાપરતા હોવ તો તમને ખબર હશે કે બંધ કે લોક્ડ અવસ્થામાં હોય ત્યારે તેમની સ્ક્રીનનો રંગ કેવો હોય છે? કાળો, ઓબ્વિઅસ્લિ! તો હવે સમજાયું કે હું શેની વાત કરી રહ્યો છું? ચાલો, હું સ્પષ્ટ કરી જ દઉં, હું વાત કરી રહ્યો છું ટેકનોલોજીની કાળી બાજુ પર ફોકસ થયેલી બ્રિટીશ ટીવી સીરીઝ “Black Mirror” ની, હવે આના વિષે તો તમે સ્વપ્નેય નહિ વિચાર્યું હોય કેમકે કદાચ તમને ખબર જ નહિ હોય!

BlackMirrorTitleCard

Black Mirror તમને દરેક એપિસોડમાં એક અલગ જ દુનિયાની સફરે લઇ જાય છે, અને દરેક એપિસોડમાં કઈક એવું વિચિત્ર એલિમેન્ટ હોય કે તમે વિચારતા જ રહી જાવ. અત્યાર સુધી કુલ બે સીઝન અને એક ક્રીસમસ સ્પેશિઅલ એમ સાત એપિસોડ આવ્યા છે અને તેમાંથી મેં પ્રથમ સીઝન એટલેકે કુલ ત્રણ એપીસોડસ જોયા છે; અત્યાર સુધીમાં મેં જોયેલી વિચીત્ર-માં-વિચિત્ર અને મગજ હલાવી નાખે તેવી સીરીઝ છે.

Black-Mirror-Season-2

પહેલા એપીસોડની જ વાત કરું તો એમાં સ્ટોરી કંઇક આવી છે: બ્રિટનની પ્રિન્સેસનું અપહરણ થઇ જાય છે અને તેને બાંધીને એક રૂમમાં બેસાડી દેવામાં આવી છે જેનું લાઇવ ટેલીકાસ્ટ થઇ રહ્યું છે, અને કીડ્નેપર પોતાની માંગણી રજુ કરે છે જે જોઇને બધા જ આઘાત પામી જાય છે, માંગણી એવી હોય છે કે બ્રિટનના વડાપ્રધાના લાઈવ ટીવી પર એક ભૂંડ સાથે (હા ભૂંડ, પીગ, ડુક્કર, સ્વાઈન) સંભોગ કરે (હા સંભોગ, સેક્સ, કોઈટસ, ઇન્ટરકોર્સ!) નહીતો પ્રિન્સેસના એક-એક અંગો વારા ફરતી કાપીને મોકલવામાં આવશે! છેવટે થાય છે શું એ તો તમે જાતે જોઇને જ જાણી લેજો બાકી વિકિપેડિયા તો છે જ!

15mill1blackmirror

બીજા એપીસોડને તો શબ્દોમાં સમજાવવો જ અઘરો પડી જાય એવી કામ છે એટલે તેને તો રહેવા જ દઉં છું અને વાત કરું ત્રીજા એપીસોડની. આ એપિસોડમાં ભવિષ્યની એવી વર્ચ્યુઅલ રીઆલીટી બતાવી છે કે જેમાં દરેક માણસના મસ્તકમાં એવી ડીવાઈસ નાખવામાં આવેલી છે કે જેથી જે તે વ્યક્તિ પોતે જે પણ જુએ એ બધું જ રેકોર્ડ થતું રહે અને જયારે ઈચ્છે ત્યારે ફરી જોઈ શકે. પરફેક્ટ મેમરીઝ. આના દ્વારા સલામતીના ધોરણો ઊંચા થઇ જાય છે તથા બીજા અનેક ફાયદા પણ થાય છે. પણ શું આ ડીવાઈસ ખરેખર ફાયદાકારક છે? પર્સનલ લાઈફમાં આની કેવી અસર થાય છે એ તો જોયે અને અનુભવે જ સમજાય એવું છે.

આ સીરીઝ ટેકનોલોજીના કાળા અરીસાની કાળી બાજુની એવી રીતે ઝાંખી કરાવે છે કે એક સમયે તમે પોતે મગજ ઝંઝોળી નાખો અને એક એપિસોડ જોયા પછી તરત બીજું કંઈજ જોઈ કે વિચારી શકાય નહિ એ હદે વિચિત્રતા (અને અમુક અંશે આ દુનિયાની કડવી સત્યાર્થતા) દર્શાવવામાં આવી છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s