3 અડલ્ટ 1 ચાઈલ્ડ!

ગયા વર્ષ (2014) ના અંત ભાગ માં જયારે હું SPIPA માં CGRS ના કોર્સ માટે અમદાવાદ જતો હતો ત્યારની વાત છે. આ કોર્સ ચાર મહિનાનો હતો એટલે છેલ્લે તો ઘણા બધા મિત્રો બની ગયેલા, પણ તેમાં પણ અમારું ચાર જણાનું ગ્રુપ હતું જેમાં હું, ચંદ્રમૌલી (અમારા બંનેનો મૂવીઝનો, ટીવી શોઝનો અને જનરલ બીજી બાબતોનો ટેસ્ટ એકદમ સરખો), ચંદ્રરાજ (એનું પણ એવું જ અને પાછા અમે બંને ગાંધીનગરથી) અને ગાંધીનગરથી જ લાસ્ટ બટ નોટ લીસ્ટ અને અમારા જ એક સરના શબ્દોમાં કહું તો “પોકેટ સાઈઝ પાવર હાઉસ” એવો દર્શિત (તેની ઉમર 22 વર્ષની હોવા છતાં નાનો 11-12 વર્ષનો જ લાગે પણ મગજ એકદમ જોરદાર હાજર જવાબી).

અમે ત્રણ જણા ગાંધીનગરથી અને ચંદ્રમૌલી સુરેન્દ્રનગરથી એટલે અમે એવું નક્કી કરેલું કે અમદાવાદની જે પણ નજીકની ખાણી-પીણીની જગ્યાઓની મુલાકાત લઈને જેટલું બને એટલું ઝાપટી લેવું! એટલે નજીકની બધી જ જગ્યાઓની મુલાકાત પછી ડીસેમ્બરમાં નજીકમાં કઈ બાકી રહ્યું નહિ અને વળી 31 ડિસેમ્બરે કોર્સ પૂરો થતો હોવાથી “વન લાસ્ટ લન્ચ” લેવાનું નક્કી કર્યું અને તેના માટે અનલિમિટેડ પિઝ્ઝાથી વધારે સારી આઈટમ શું હોઈ શકે એટલે નજીકની એક જાણીતી પિઝ્ઝારિયા ચેઈનમાં જવાનું ગોઠવ્યુ.

અમે ચારેય જણા નિયત કરેલ સમયે ત્યાં પહોચ્યા અને ખાલી એમ જ મેનુ લઈને જોયું કે જુદી-જુદી મિલ્સના ભાવ શું ચાલે છે, એટલે અમારું ધ્યાન ગયું કે અનલિમિટેડ મિલના ભાવમાં અડલ્ટ અને ચિલ્ડ્રન્સ મિલમાં રૂપિયા વીસનો ફેર હતો, એટલે મેં મજાકમાં કહ્યું કે આપડે દર્શિતને ચાઈલ્ડમાં ગણાવી ડીસકાઉન્ટ લઇએ આ સાંભળીને બધા હસી પડ્યા. છેવટે અમે વેઈટરને કહ્યું કે ભાઈ ચાર અનલીમીટેડ મિલ આવવાદો, અને મિલ પહેલા અમે સલાડ ખાવાનુ શરુ કર્યું. છેવટે જયારે પિઝ્ઝા આવ્યા ત્યારે દર્શિતની તો ઓલરેડી “ટંકી ફૂલ” થઇ ચુકી હતી એટલે એ તો બહુ અડ્યો જ નહિ. અમે ત્રણ જણાએ એ પણ છેવટે “ટંકી ફૂલ” કરી અને બીલ મંગાવ્યું.

બીલ આવ્યું ત્યારે હું ટેબલ પર એકલો જ હતો બાકી ત્રણ જણા વોશ રૂમમાં હતા, એટલે મેં બીલ ખોલી ને જોયું અને ડીટેઇલમાં અધ્યયન કરવા લાગ્યો અને એક બાબત પર ધ્યાન ગયું અને હું હસી પડ્યો, બધા આવ્યા એટલે બધાને એ વસ્તુ દેખાડ્યું અને બધા હસવા લાગ્યા, એ વસ્તુ હતી કે બીલમાં ખરેખર તેમણે 3 અડલ્ટ અને 1 ચાઈલ્ડનું જ બીલ બનાવ્યું હતું !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s