Ex_Machina (એક્સ માકીના) – ભગવાન|માણસ|મશીન

ex_machina_2015_movie-wide[1]

Genre: Sci-Fi | Drama

Writer|Director: Alex Garland

Motion Picture Rating (MPAA): rated R

Runtime: 108 min

પહેલા તો Ex Machina (એક્સ માકીના, મશીના નહિ!) નો અર્થ સમજવો જરૂરી છે, આખો શબ્દ છે “deus ex machina” જેનું મૂળ રોમન અને ગ્રીક છે પણ શબ્દ લેટીન ભાષાનો છે અને તેનો અર્થ લગભગ કંઇક એવો થાય કે કોઈક એવી ઘટના અથવા વસ્તુ કે જેના કારણે અચનાક કોઈ ગુંચવાયેલી પરિસ્થિતનો ઉકેલ આવી જાય, ખાસ કરીને કોઈ નાટક, નવલકથા કે ફિલ્મની કથામાં {જેમ કે C.I.D. માં આખા એપિસોડમાં એસીપી પ્રદ્યુમન એન્ડ ટીમ ખૂનીને શોધવા ફાંફા મારે રાખે અને છેલ્લે અચાનક એવો કોઈ સબૂત આવી જાય કે ખૂની કોણ છે એની ખબર પડી જાય (અને દયાના હાથનો લાફો ખાધા પછી એ કબૂલ પણ કરી લે!)}.

ex-machina

અર્થ સમજ્યા પછી હવે વાત કરીએ મૂવીની, આ મૂવીમાં મુખ્ય ત્રણ પાત્રો છે, Calab (Domhnall Gleeson), Nathan (Oscar Isaac) અને Ava (Alicia Vikander); કેલેબ એક IT કંપનીમાં કામ કરે છે અને તે એક કોન્ટેસ્ટ જીતે છે, જેથી હવે તેને કમ્પનીના માલિક નેથનની રીસર્ચ ફેસીલીટીમાં એક અઠવાડિયા માટે જવાનો અવસર પ્રાપ્ત થાય છે. આ રીસર્ચ ફેસીલીટી એક આઈસોલેટેડ જગ્યા એ છે અને આ જગ્યાએ ફક્ત ત્રણ જ વ્યક્તિ રહે છે નેથન, તેની નોકરાણી ક્યોકો અને એવા. હવે કેલેબ પણ ત્યાં પહોચે છે. ત્યાં પહોચ્યા પછી તેને ખબર પડે છે કે નેથને એક આર્ટિફીશીઅલ ઈન્ટેલીજન્સ “એવા” નું સર્જન કર્યું છે અને તેના ટેસ્ટીંગ માટે જ તેને અહીં લાવવામાં આવ્યો છે. ટેસ્ટીંગ શેશન્સથી ચાલુ થાય છે એક થ્રીલીંગ એક્સ્પીરીઅન્સ, અને જેમ જેમ શેશન થતા જાય તેમ તેમ ત્રણેય પાત્રો વચ્ચેની કેમેષ્ટ્રીમાં જોરદાર ફેરફારો જોવા મળે છે. કોણ કોને મેનીપ્યુલેટ કરી રહ્યું છે એની ખબર જ પડે નહિ. છેવટે અંતમાં જે વસ્તુ થાય છે તેની અપેક્ષા તમે કદાચ રાખી પણ નહિ હોય, અને આ મૂવી માટે એક્સ માકીના શું છે એતો તમારે જાતે જ નક્કી કરવાનું રહેશે.

ava-from-ex-machina-borg

મૂવીની સીનેમાટોગ્રાફી, સંવાદો, સ્પેશીઅલ ઇફ્ફેકટ્સ, બેકગ્રાઉન્ડ સ્કોર અને ડીરેક્શન એક સે બઢકર એક જેવા છે, અને તેમાં પણ ડીરેક્ટર Alex Garland નું આ ડીરેક્ટોરીઅલ ડેબ્યુ છે. જો કે મારા માનવા પ્રમાણે મૂવી સ્ટોરીની અને સસ્પેન્સની રીતે વધારે સારું બની શક્યું હોત, પણ આ પ્રોડક્ટ પણ કંઈ ઓછી સારી તો નથી જ. આ મૂવી દ્વારા એ બતાવાયુ છે કે જો કોઈ વ્યક્તિ આવી માણસ અને મશીન વચ્ચેની ભેદ રેખા ભુંસી નાખતી આર્ટિફીશીઅલ ઈન્ટેલીજન્સ બનાવે તો શું થઇ શકે છે અને તેનાથી માણસ અને ભગવાન વચ્ચેની ભેદ રેખા ધૂંધળી બની જાય છે, આ વાત જ મૂવીનો સંદેશ અને ટેગ લાઈન છે. મૂવી એકવાર અને પ્રથમ વાર જોવાની મઝા આવી જાય પણ તેની રીવોચ વેલ્યુ નથી. IMDb પર તો Ex Machina ને 8.0/10 છે અને મારા મતે 7.5/10.

Advertisements

2 thoughts on “Ex_Machina (એક્સ માકીના) – ભગવાન|માણસ|મશીન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s