લોલા: એક પ્રેમકથા

ક્લબમાં સેક્સોફોનનો અવાજ ગુંજી રહ્યો હતો, ધીમા તાલે ડ્રમ્સ પણ વાગી રહ્યા હતા, લોકોનો ધીમો ગણ-ગણાટ પણ ચાલુ હતો પણ આ ગણ-ગણાટ અચાનક શાંત થઇ ગયો; બધા જેની રાહ જોઇને બેઠા હતા એ વ્યક્તિ સ્ટેજ પર આવી ચુકી હતી અને તેના રૂપને જોઈ ને જ અમુક લોકોના તો હૃદય બેસી ગયા, સ્વર્ગની અપ્સરાને પણ ઈર્ષ્યા કરાવે તેવી સુંદરતા અને વળી એમાં પણ માથે પીળા રંગનું એક પિંછું એવી રીતે મુકેલું કે જાણે મોર ને માથે કલગી, તો ડ્રેસ તો સુંદરતામાં એવો વધારો કરતો કે બસ લોકોના મોઢા ખુલ્લા જ રહી જતા! આ બધું ઓછુ હોય એમ એવો મધુર અવાજ કે કોયલ પણ શરમાઈ જાય. લોલા, જેની આખી દુનિયા દીવાની હતી અને તેનું પરફોર્મન્સ હોય એ રાત્રે તો ક્લબ હાઉસ ફૂલ જ હોય અને છતાં તેના પરફોર્મન્સ વખતે તેના સિવાય બીજા કોઈનો અવાજ પણ સંભાળવા ના મળે, બધા જ એકદમ મૂર્ત થઇ જાય.

તો આવી શનિવારની રાત અને શરુ થયું લોલાનું પરફોર્મન્સ, બધા લોકો લોલાને જ જોવામાં વ્યસ્ત હતા, પણ લોલાની નજર હતી સામે બાર પર, જ્યાં ટોની લોલાના નશામાં ડૂબેલા લોકોને ઔર વધારે નશામાં ડૂબવામાં મદદ કરી રહ્યો હતો! બંને ની નજર મળી અને બંને ના મુખ પર એક લાંબી અને ચમકતી સ્માઈલ આવી ગઈ.

લોલા અને ટોનીએ ક્લબમાં લગભગ જોડે જ કામ કરવાનું ચાલુ કરેલું, ત્યારે લોલા વેઈટ્રેસ હતી. ત્યારથી જ બંને વચ્ચે એક સ્પાર્ક હતો. રોજ રાત્રે બંને મોડા સુધી સાથે જ કામ કરતા, ટોની ડ્રીન્કસ બનાવતો ને લોલા લોકો સુધી એ પહોચાડતી. આ બધા દરમિયાન જ ટોનીએ લોલાને ગાતા સાંભળેલી અને પોતે મંત્ર મુગ્ધ થઇ ગયેલો એટલે તેણે લોલાને સ્ટેજ પર પરફોર્મ કરવા કહ્યું પણ લોલા શરમાઈ ગઈ અને કહ્યું કે આમ પણ આટલા મોટા ક્લબમાં મને કોણ ચાન્સ આપવાનું?! ત્યારે ટોની મલકાતા બોલ્યો કે એ બધું તું મારા પર છોડી દે, જો તું તૈયાર હોય તો હું ગમે-તેમ કરીને તને સ્ટેજ પર પહોચાડી ને જ રહીશ! કલબનો મેનેજર સ્વભાવે રંગીલા મિજાજનો હતો અને લગ્ન થયેલા હોવા છતાં ક્લબની ઘણી બધી વેઈટ્રેસ અને ક્લબમાં આવતી હાઈ-સોસાઈટીની સ્ત્રીઓ સાથે ચક્કર હતા, આ બધાની ટોની સિવાય કોઈને ખબર નહિ અને આ જ વાતનો ટોનીએ ફાયદો ઉઠાવ્યો અને લોલાને એક ચાન્સ અપાવ્યો, પછી જે થયું એના તો લોકો સાક્ષી છે જ! બંને હવે તો એક બીજાના ગળા-ડૂબ પ્રેમમાં હતા અને આવી રીતે જ પરફોર્મન્સ દરમિયાન એકબીજાની સાથે નજરો મિલાવી લેતા અને અંદરો-અંદર જ ખૂશ થતા પણ એ ખુશી ચહેરા પર મુસ્કાન રૂપે ઝળકી જ ઉઠતી.

લોલાનું પરફોર્મન્સ ચાલુ જ હતું અને દર વખતની જેમ હાઉસ ફૂલ, પણ એક વ્યક્તિનો પ્રવેશ થતા જ બધા ચોકી ગયા, મેનેજર પોતાના ટેબલેથી ઉઠીને તેને લેવા દોડી ગયો, અમુક લોકોને ખસેડીને વચ્ચો-વચ તેના માટે નવું ટેબલ લગાવાયુ. આ વ્યક્તિ હતો રીકો, ત્યાનો માફિયા કહો તો માફિયા અને ક્રાઈમ લોર્ડ. આખું શહેર તેનાથી ડરતું અને થર-થર કાંપતું. રીકોએ લોલાના ખૂબ વખાણ સાંભળેલા અને તે દિવસે તેણે જાતે જઈને જોવાનું નક્કી કર્યું અને પહેલી જ નજરે એ પણ બધાની જેમ લોલા માટે પાગલ બની ગયો. પરફોર્મન્સ પૂરું થયા પછી લોકો તો નીકળવા લાગ્યા પણ રીકો હજી ત્યાં જ બેઠેલો હતો અને તેણે મેનેજરને ઈશારો કર્યો એટલે એ ખડે પગે હાજર થઇ ગયો. રીકોએ કહ્યું કે મને લોલાનું પરફોર્મન્સ ખૂબ ગમ્યું છે અને મારે તેને રૂબરૂ મળીને તેના વખાણ કરવા છે. મેનેજર તો સામે કઈ બોલી શકે એમ હતો જ નહિ અને એટલે એ તો લોલાને બોલાવવા ગયો પણ અંદરથી તો ખબર હતી કે ખરેખર રીકોનાં મનમાં શું હતું.

લોલા હજી તેના ડ્રેસમાં જ હતી જયારે એ રીકો પાસે પહોચી અને રીકો આ જોઇને ખૂબ ખુશ થઇ ગયો, લોલાને રીકો પાસે જતી જોઈ ટોનીને આંચકો લાગ્યો પણ એ કઈ કરી શકે તેમ ન હતો કેમકે બાજુ માં જ બે બોડી-ગાર્ડ ઉભેલા. થોડીવાર સુધી તો કઈ ના બન્યું, રીકો ફક્ત લોલાની સુંદરતાના વખાણ જ કરતો રહ્યો પણ થોડી વાર પછી રીકો લોલાને અડકવા લાગ્યો, હાથ પર અને બાજુ પર, આ જોઇને ટોનીથી રહેવાયું નહિ એટલે એ તેની સ્પેશિઅલ ડ્રીન્કસ બનાવીને આપવાના બહાને ત્યાં પહોચી ગયો. થોડી વાર તો આમ ને આમ ચાલ્યું પણ પછી રીકોએ હદ વટાવવાની ચાલુ કરી અને લોલા એકદમ અનકમ્ફર્ટેબલ થવા લાગી પણ કઈ બોલી શકે તેમ નહતી, ટોનીના ગુસ્સાનો પાર ન રહ્યો અને એ સીધો તૂટી પડ્યો રીકો પર, ચાલુ થઇ ગઈ મારા-મારી. ટેબલો અને ખુરશીઓ ઉંછળી, બોટલો તૂટી અને રહ્યા-સહ્યા લોકોમાં ભાગ-દોડ થઇ ગઈ, આ બધા વચ્ચે ટોનીએ લોલાને દુર જવા ઈશારો કર્યો અને લોલા તરત જ તેને અનુસરી. હવે ટોની અને રીકો વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો, રીકોએ બંદુક કાઢી પણ કઈ કરે એ પહેલા ટોનીએ સીધો તેના પર કુદકો માર્યો અને બંને જણા બંદુક માટે ખેંચમ-તાણી કરી રહ્યા હતા એટલામાં તો, ઢીશક્યાંઉંઉંઉંઉંઉંઉંઉંઉંઉં………, ગોળી છુટવાનો અવાજ આવ્યો, લોહીની પિચકારી ઉડી અને બધું જ શાંત થઇ ગયું.

આજે પણ શનિવારની રાત છે, લોકોની ભીડ જામી છે અને લોલા પણ એ જ ડ્રેસમાં, માથે એ જ પીળું પીછું ભરાવીને તૈયાર થયેલી છે, પણ આજે સ્ટેજ પર નહિ પરંતુ સામેની બાજુ એ છે, તેના હાથમાં એક ડ્રીંક છે અને ધીમે ધીમે તે પીતા-પીતા લોલા પેલી ત્રીસ વર્ષ પહેલાની રાત્રી વિષે વિચારી રહી છે જયારે તેણે તેના પોતાના જીવન સાથી અને એકમાત્ર પ્રેમ ટોનીને ગુમાવ્યો હતો અને તે પછીના ત્રીસ વર્ષોમાં તેણે યૌવન પણ ગુમાવ્યું એન્ડ નાઉ શી હેઝ લોસ્ટ હર માઈન્ડ….

This story is based on lyrics of the song Copacabana, performed by Barry Manilow. Here I’m putting the link to it’s cover version performed by Glees’ cast.

Advertisements

2 thoughts on “લોલા: એક પ્રેમકથા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s