પેરેલલ યુનિવર્સ અને બીજું બધું…

અમુક વૈજ્ઞાનિકો અને બુદ્ધિ જીવી વર્ગ એવું માને છે કે આપણા બ્રહ્માંડ સિવાય પણ બીજા અગણિત પેરેલલ યુનિવર્સ અસ્તિત્વ ધરાવે છે. મૂળ માન્યતા એવી છે કે આ દુનિયામાં જયારે પણ કોઈ વ્યક્તિ કે સજીવ કોઈ પણ પસંદગી કરે ત્યારે નવું પેરેલલ યુનિવર્સ સર્જાય છે જેમાં જે-તે કરેલ પસંદગી સિવાયની પસંદમાંથી પસંદગી કરી હોય તો શું થાય તે પેલા નવા સર્જાયેલા પેરેલલ યુનિવર્સમાં થાય છે. ઉદાહરણ તરીકે માની લો કે તમે આઈસ-ક્રીમ ખાવા ગયા અને તમારી સામે બે ચોઈસ છે, તો સર્જાઈ ગયું નવું પેરેલલ યુનિવર્સ; વેનીલા અને ચોકલેટ માંથી તમે પસંદ કરી ચોકલેટ, તો નવા પેરેલલ યુનિવર્સમાં તમે વેનીલા પસંદ કર્યું હોત તો શું થાત એ ઘટના ક્રમ પર આગળ ભવિષ્ય આકાર લે છે. “દુનિયામાં બનતી નાનામાં-નાની વસ્તુની પણ અસર કોઈક ને કોઈક રીતે ભવિષ્ય પર થાય છે (કાઈન્ડ ઓફ અ બટર-ફ્લાય ઈફેક્ટ)” આ વિચાર પર જ પેરેલલ યુનિવર્સનો વિચાર અસ્તિત્વ ધરાવે છે.

parallel-universe-reality[1]

પેરેલલ યુનિવર્સના ફક્ત ચોઈસના વિચારથી પણ આગળ વધીને અમુક વિચારકો એવું પણ માને છે કે કોઈ વ્યક્તિ કોઈ કલ્પના કરે તો તે કલ્પનાના આધારે પણ નવું પેરેલલ યુનિવર્સ સર્જાઈ શકે છે જેમાં એ કલ્પના ખરેખર આકાર લે છે. આ રીતે વિચારવા જાઓ તો કલ્પના અને વિચારોની એક અનોખી દુનિયાનું સર્જન થાય છે જેમાં કદાચ હું સુપર-હીરો છું, જેમાં સુપરમેન ખરેખર અસ્તિત્વ છે, જેમાં આપણા PM શ્રી નરેન્દ્ર મોદી ઓબામા અને વિશ્વ નેતાઓના ગમે તેટલા આમંત્રણ છતાં ભારત છોડીને જતા નથી, તો ભૂત પૂર્વ PM શ્રી મનમોહનસિંઘ કોહલી સિંઘમ જેવા હતા, કે જેમાં એલેકઝાન્દ્રા ડડારીઓ મારી ગર્લફ્રેન્ડ છે (વિચારવામાં શું જાય છે! 😛 ), જેમાં હોલીવુડ એ બોલીવુડ માંથી કોપી કરે છે, જેમાં સલમાન ખાન કન્વીક્ટ થઈને સજા પામે છે અને બેઇલ નથી મળતી, જેમાં તમે નાના હતા ત્યારે જે બનવા માંગતા હતા એ જ છો (સિવાય કે ખરેખર હાલ તમે એ જ હોવ તો, તમે એ યુનિવર્સમાં કંઇક અલગ જ છો), જેમાં ભારત-પાકિસ્તાનનાં ભાગલા જ નથી પડ્યા, જેમાં અમેરીકાએ દુનિયાનો ગરીબ દેશ છે, જેમાં જ્યુરાસિક પાર્ક ફિલ્મની જેમ ખરેખર ડાઈનોસોર્સ અને માણસોનું ભેગું અસ્તિત્વ છે, જેમાં કેટરીના તમારી વાઈફ છે (બાય ધ વે, આઈ હેટ કેટરીના!), જેમાં ઉત્ક્રાંતિ એવી રીતે થઇ કે વાંદરા આગળ નીકળી ગયા અને આપડે હજી પાછળ છીએ, જેમાં ઈટી (કે પછી જાદુ!) ખરેખર આપણી દુનિયાની મુલાકાતે આવી ગયા છે, જેમાં વર્લ્ડ-કપ ન્યુ ઝીલેન્ડ જીત્યું, જેમાં તમારા હાલ કોઈ શેરમાં ડૂબેલા પૈસા લેખે લાગી ગયા છે, જેમાં તમને અત્યાર સુધી રાત્રે આવેલા તમામ સ્વપ્નો એ જ ઘડીએ બીજા યુનિવર્સમાં આકાર પામી રહયા હોય અને એ વ્યક્તિ તમારો કાઉન્ટર પાર્ટ હોવાથી તમે સ્વપ્નના માધ્યમ વડે તે દુનિયામાં ડોકિયું કરી શકો છો અને જેમાં હું આ લખીને મારો અને તમારો બંનેનો સમય બગાડવાની જગ્યાએ કોઈ વધારે સારું અને લેખે લાગે એવું કામ કરી રહ્યો છું!

Meanwhile-in-a-parallel-universe[1]a 208542_339464039486804_1292166329_n[1] Meanwhile+in+a+parallel+universe+_2e923de85bdffdc4249f8a80a662d291[1]

હવે આવું મુદ્દાની વાત પર કે શું ખરેખર આવું શક્ય છે ખરું? અને જવાબ છે કોને ખબર? કદાચ એવા પેરેલલ યુનિવર્સ હશે કે જેમાં એક માં આવું શક્ય હશે અને બીજામાં નહિ હોય! આ વિચાર વૈજ્ઞાનીક રીતે સાબિત કરવો શક્ય નથી તો બીજી બાજુ આ પેરેલલ યુનિવર્સના વિચારનું અસ્તિત્વ નથી તેવું પણ સાબિત કરવું શક્ય નથી. મારો મત પૂછો તો, એવું વિચારવામાં શું ખોટું છે કે જ્યાં તમે કલ્પનાના ઘોડા (કે ગધેડા!) અનંત વાસ્તવિકતા સુધી દોડાવી શકો છો?!

Advertisements

2 thoughts on “પેરેલલ યુનિવર્સ અને બીજું બધું…

  1. Exactly!!
    બાય ધ વે, કેટરીના હેટર્સ ગ્રુપ બનાવીશું પછી નિરાંતે. 😀
    અને કાઉન્ટર પાર્ટ વાળી વાતમાં મારો તો વાક્યને પૂરે પૂરો સપોર્ટ છે, એન્ડ યુ નો ઈટ વેરી વેલ. 😉

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s