આજના દિવસ (May the 4th) નું પોપ કલ્ચરમાં મહત્વ

sw

A long time ago in a galaxy far, far away….1977 ની સાલમાં એક મૂવી રીલીઝ થયું અને રીલીઝ થતા ની સાથે જ સિનેમા જગતને હચમચાવી દીધું. લોકોના ધાડે-ધાડા આ મૂવી જોવા જતા અને ફરી જતા. એવી સ્પેસિઅલ ઈફેક્ટસથી ભરપુર કે જેવી કદી કોઈએ પહેલા જોઈ હતી નહિ અને એટલે એ હતું વધારાનું બોનસ, અમુક તો એવી કે જે હજી આજે પણ તમને મોઢામાં આંગળા નંખવી દે કે એ વખતે આવું તો કઈ રીતે કર્યું હશે?! આજે આ મૂવી સિનેમા ઈતિહાસના સર્વશ્ર્ષ્ઠ મૂવીઝમાંનું એક ગણાય છે અને તેનો ફેન-બેઝ એટલો વિશાળ અને સમર્પિત છે કે ના પૂછો વાત! આ મૂવી એ સિનેમાને વન ઓફ ધી બેસ્ટ વિલનની પણ ભેટ આપી. આજે આ મૂવીના કુલ 6 ભાગ છે તથા સાતમો ભાગ અને તેની સ્પીન ઓફ્સ આવી રહ્યો છે અને એ સિવાય એનીમેશન સીરીઝ, કોમિક્સ, વિડીઓ ગેમ્સ, નવલ કથાઓ, ફેન ફિલ્મ્સ, પેરોડીઝ અને મર્ચન્ડાઈઝ ની વિશાળ દુનિયા ફેલાયેલી છે. આ મૂવીના અમુક ડાઈલોગ્સ આજે ક્વોટ્સ તરીકે વપરાય છે અને જેનો સૌથી પ્રખ્યાત ડાઈલોગ કે જેના આધારે આજનો દિવસ એ ફેન્સ માટે કલ્ચરલ ફેનોમેનન અને સેક્યુલર (અનઓફિસિઅલ) હોલી ડે છે, અને તે મૂવી છે……….STAR WARS

May the Fourth be with you

મૂવીમાં ખરેખર એવો સંવાદ હતો કે “May the force be with you” અને એ મૂવીની એક ટેગ લાઈન જેવો જ બની ગયેલો; 4 May, 1979 ના રોજ જયારે આયર્ન લેડી માર્ગરેટ થેચર UK ના વડાપ્રધાન પદે ચૂંટાયા ત્યારે તેમના રાજકીય પક્ષ Conservetives એ વર્તમાનપત્રમાં શુભેચ્છા સંદેશો છપાવ્યો “May the Fourth Be with You, Maggie. Congratulations.” અને એ પછીથી આ વાક્ય ધીમે ધીમે ચલણમાં આવ્યું, ત્યાર બાદ તો internet આવતા ખૂબ ઝડપી ફેલાવો થઇ ગયો અને હવે દર વર્ષે May મહીનાની 4 થી તારીખ ફેન્સ દ્વારા Star Wars Day તરીકે મનાવવામાં આવે છે. આ સાથે સાથે જયારે 2005 માં Star Wars: Episode III – Revenge of the Sith (ભાગ છઠ્ઠો) રીલીઝ થયો એ પછીથી 5મી May પણ Revenge of the Fifth તરીકે મનાવવામાં આવે છે અને આ રીતે બે દિવસનો તહેવાર ઉજવાય છે, જેમાં લોકો Star Wars ની મેરાથોન પણ કરે છે તથા અમુક જગ્યાઓએ Star Wars ને લગતી વિવિધ સ્પર્ધાઓ પણ યોજાય છે.


Star Wars Movies in Chronological Order


Star Wars: Episode IV – A New Hope (1977)

star_wars_iv___a_new_hope


Star Wars: Episode V – The Empire Strikes Back (1980)

star_wars_v___empire_strikes_back___movie_poster_by_nei1b-d5w3mt4


Star Wars: Episode VI – Return of the Jedi (1983)

star_wars_vi___return_of_the_jedi


Star Wars: Episode I – The Phantom Menace (1999)

star-wars-episode-1-poster


Star Wars: Episode II – Attack of the Clones (2002)

star_wars_episode_two_attack_of_the_clones_ver2


Star Wars: Episode III – Revenge of the Sith (2005)

star-wars-episode-3-poster


Star Wars: Episode VII – The Force Awakens (2015)

Fan Made Poster

Fan Made Poster


Star Wars Anthology: Rogue One (2016)

tumblr_nn6byjCBbF1qciy3ro1_500

Fan Made Poster


Marvel‘s tribute to the Star Wars

luke-skywalker-hand-cut-off-bespin-590x330[1]

Star Wars માં Luke Skywalker, Anakin Skywalker અને બીજા ઘણા બધા કેરેક્ટર્સના હાથ દરેક મૂવીમાં કપાઈ જાય છે અને તેને tribute રૂપે Marvel ના MCU Phase 2 ના દરેક મૂવીમાં પણ કોઈક ને કોઈક કેરેક્ટરનો હાથ કપાઈ જાય એવું જોવા મળે છે, જેમ કે Iron Man Three માં Aldrich Killian, Thor: The Dark Worldમાં Thor, Captain America: The Winter Soldier માં Bucky, Guardians of the Galaxy માં Groot અને છેલ્લે Avengers: Age of Ultron માં Ulysses Klaue.

Advertisements

One thought on “આજના દિવસ (May the 4th) નું પોપ કલ્ચરમાં મહત્વ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s