પસ્તીવાળી વસતિની એક વાર્તા

પરેશની આંખ એકદમ જ ખૂલી, તેણે આજુ-બાજુ નજર કરી તો પ્રતાપ પણ તેની જોડે બંધાયેલો હતો પણ એ હજી બેભાન હતો. પરેશે પોતે ક્યાં છે એ સમજવા પ્રયત્ન કર્યો પણ રૂમમાં ખૂબ અંધારું હતું એટલે કઈ બરાબર દેખી શકાતું ન હતું, તેણે બૂમ પાડી તો રૂમ ખૂબ મોટો હોવાનો અંદાજ આવ્યો કેમેકે પડઘા પડતા હતા; હવે એ વિચારવા લાગ્યો કે આ કઈ જગ્યા છે અને પોતે અહી આવ્યો ક્યાંથી? માથામાં કંઇક વાગ્યું હોવાનો અણસાર આવ્યો ને તરત જ માથું સખત રીતે દુખવા લાગ્યું, એટલે તેને એ યાદ આવ્યું કે એ પ્રતાપ જોડે રોજની જેમ ફરવા નીકળ્યો હતો અને અચનાક જ કોઈએ પાછળથી કોઈક ભારે વસ્તુ માથામાં મારી હતી અને બેભાન થતા પહેલા, છેલ્લે પ્રતાપની બૂમ સાંભળી હતી એવું યાદ આવ્યું.

(થોડા મહિના પહેલા)

પરેશના પિતા પસ્તી અને ભંગારનો વ્યાપાર કરતા હતા અને એટલે એ તો આખો દિવસ લારી લઈને નીકળી પડતા; અને શહેરના મોટા ભાગના પસ્તીવાળાઓની જેમ તેઓ પણ પસ્તીવાળી વસતિમાં રહેતા હતા, જ્યાં ઘણા બધા ઝુંપડા હતા અને છેડે મોટી દુકાનો હતી, સાંજે જયારે બધા પાછા આવે એટલે ખૂબ શોર બકોર અને ભીડ થઇ જતી, પરેશ આ બધાથી ખૂબ કંટાળી જતો એટલે એ થોડે દૂર સહેજ બગીચા જેવા વિસ્તારમાં જઈને બેસી રહેતો. પ્રતાપ પણ આવી રીતે ત્યાં આવતો અને એટલે બંનેમાં ભાઈબાંધી થઇ ગયેલી. એક દિવસ બંને જણાએ આંટો મારવા જવાનું નક્કી કર્યું અને પછી તો એ તેમનો રોજનો ક્રમ બની ગયો.

(વર્તમાનમાં)

પ્રતાપ પણ ધીમે ધીમે ભાનમાં આવ્યો, પરેશ આ જોઇને તરત જ એને બોલાવા લાગ્યો “પ્રતાપ…પ્રતાપ…પ્રતાપ…”; પ્રતાપ તરત જ બોલ્યો “અલ્યા તું બરાબર તો છ ન? તન તો પેલા એ માથામાં જોરથી લાકડાનું ખપાટિયું ફટકાર્યું ‘તું… હું તો બઉ ટેન્સનમાં આવી ગ્યોતો ” આ બધું સાંભળી પરેશ બોલ્યો કે બસ મને માથામાં દુખાય છે બાકી તો બધું બરાબર છે, તનેય વાગ્યું તો છે, તું મારી ચિંતા ના કરીશ પોતાનું ધ્યાન રાખને અને બંને હસવા લાગ્યા. પછી પરેશે તરત પૂછ્યું કે પણ તને ખબર છે કે આપડે ક્યાં છીએ અને કેવી રીતે આવ્યા? પ્રતાપ જવાબમાં ફક્ત એક જ નામ બોલ્યો “શરદ પસ્તીવાળો” અને આ સંભાળતાની સાથે પરેશ માટે બધું જ ક્લીઅર-કટ્ટ થઇ ગયું.

(ત્રણ અઠવાડિયા પહેલા)

પરેશ અને પ્રતાપ રોજની જેમ ચાલવા નીકળ્યા હતા, પણ આજે તેમણે રોજ કરતા અલગ રસ્તો પસંદ કર્યો હતો ને રખડતા રખડતા દુકાનોની પાછળ સુમસામ જગ્યાએ પહોચી ગયા, ત્યાં થોડે દૂર કોઈનો કણસવાનો અવાજ આવતો હતો એટલે બંને એ દિશામાં દોડ્યા અને જોયું તો ચીમન પડ્યો હતો અને કોઈએ તેને મુઢમાર માર્યો હતો. બંનેએ એને ત્યાં નજીક જ તળાવ જોડે લઇ ગયા અને પાણી પીવડાવીને બેઠો કર્યો અને પછી પૂછ્યું આ બધું કેવી રીતે થયું, ચીમન કણસતા-કણસતા બોલ્યો કે આ બધું શરદ પસ્તીવાળાનું કામ છે, એ અને એના ફોલ્ડરીયાઓ એ બે દિવસ પહેલા મને મારી પસ્તી અને ભંગારનો અમુક હિસ્સો તેમની દુકાને બજાર ભાવ કરતા અડધામાં વેચી દેવા કીધું અને હવે પછી આવું રોજ કરવાનું નહિ તો મારી-મારીને ધોઈ કાઢીશું અને બધાને આવું કીધું. બાકી બધા તો માની ગયા પણ હું તો આમેય માંડ-માંડ ધંધો ચલાવું છું એમાંય પેલાને અડધા ભાવે વેચી કાઢું તો મારે તો ઘર ચલાવવાના ફાં-ફાં પડે એટલે મેં ના પડી દીધી અને મારો આવો હાલ થયો હવે તો જખ મારીને મારે આપવું જ પડશે બાકી તો મને આ લોકો મારી જ નાખશે. આ સાંભળીને પરેશ અને પ્રતાપ તો અવાક બની ગયા. પહેલા તો ચીમનને દવાખાને પહોચાડ્યો પછી બંને એ ભેગા મળીને વિચાર્યું કે આ તો આખી વસતિ પર ખતરો છે આપડે કંઇક કરવું જોઈએ. બીજા દિવસે તેમના જેવા બીજા લોકોને લઈને એ લોકો શરદ પસ્તીવાળાની દુકાને પહોચી ગયા અને શરદ પસ્તીવાળાને કહ્યું કે જો ભાઈ અહી બધા રોજ નું રોજ કમાવા વાળા છે તું એમાંથી એમને એમનો માલ અડધા ભાવે વેચવા ફરજ પડે તો શું થાય? પણ શરદ પસ્તીવાળો બોલ્યો કે ભઈ મારે એ બધું નઈ જોવાનું મારે તો મારો હિસ્સો જોઈએ એટલે જોઈએ, જો નઈ મળે તો હું તો જે હશે એનો ધોયલો કાઢી નાખીશ. આ સાંભળી પરેશ અને પ્રતાપ ગુસ્સામાં આવી ગયા અને શરદ પસ્તીવાળાને પકડીને એક ઝાપટ મારી દીધી, એ વખતે તો શરદ પસ્તીવાળો દુકાને એકલો હતો એટલે કઈ કરી ન શક્યો પણ પરેશ, પ્રતાપ અને બીજું જે કોઈ વચ્ચે આવે એને જોઈ લેવાની ધમકી આપી.

(વર્તમાનમાં)

પરેશ પ્રતાપને કહેવા લાગ્યો કે આ શરદ પસ્તીવાળાનું ગોડાઉન લાગે છે અને આપણને જે ધમકી આપી હતી એનો અમલ કરવાનો લાગે છે. પ્રતાપ બોલ્યો કે એ તો આપણે પણ એને જોઈ લઈશું ખાલી અહી આવવાદે. આ બધી વાતો ચાલતી હતી ત્યાં જ છત પર મોટી લાઈટ ચાલુ થઇ અને દરવાજો ધીમે ધીમે ખુલવા લાગ્યો અને પડછાયામાં દસ-બાર જણા દેખાયા. દરવાજો ખુલી રહ્યો એટલે જે ધાર્યું હતું એ જ થયું, શરદ પસ્તીવાળો આવ્યો. આવીને તરત જ બોલોયો કેમ જોઈ લીધુને મારી જોડે દુશ્મની કરવાનું પરિણામ? હવે તો હું તમને બંનેને નહિ છોડુ, તમારા બંનેની તો એવી મિસાલ બનાવીશ કે ભવિષ્યમાં કોઈ શરદ પસ્તીવાળાની સામે ઉભા રેવાની તો શું બોલવાની પણ હિંમત નઈ કરે.

આમ કહીને શરદ પસ્તીવાળોતો ત્યાં થી જતો રહ્યો પણ તેના માણસોએ બંનેને ઢોર-માર માર્યો અને એવી ખરાબ હાલત કરી કે બંને જણા શ્વાસ લેવા પણ હલી પણ શકતા ન હતા એટલે પછી એ લોકો તેમને બાંધવાની તસ્દી લીધા વિના જ ત્યાં મુકીને જતા રહ્યા. 3-4 કલાકે બંને ફરી ભાનમાં આવ્યા, પ્રતાપની હાલત ખરાબ હતી જગ્યા-જગ્યાએ થી લોહી નીકળતું હતું, પરેશની હાલત પણ કઈ સારી ન હતી પણ એ હજી બેઠો થઇ શકે એમ હતો. છેવટે બંનેને કળ વળતા સવાર પડી ગઈ, હવે તો પરેશ પોતાનામાં જેટલું જોર હતું એટલું ભેગું કરીને પ્રતાપને ઊંચકીને ઉભો થયો અને ભાગવા માટે રસ્તો શોધવા લાગ્યો, પાછળની બાજુ એક દરવાજો હતો અને તાળું ન હતું પણ વર્ષોથી ખુલ્યો ન હોવાથી જામ હતો, એટલે પરેશ ગોડાઉનમાંથી કોઈ એવી વસ્તુ શોધવા લાગ્યો કે જેનાથી દરવાજો ખુલી જાય. બહુ શોધ્યા પછી ભંગારના ઢગલામાંથી એક સળીયો મળ્યો. એ સળીયા વડે ઘણા પ્રયત્નો પછી દરવાજો ખુલ્યો અને પછી તો પ્રતાપને ઊંચકીને કઈ જોયા વગર પરેશે દોટ મૂકી પણ થોડા આગળ જઈને એ જમીનદોસ્ત થઇ ગયો અને ત્યા જ ઢગલો થઇ ગયો.

કલાક-એક પછી પરેશ ભાનમાં આવ્યો અને જોવે છે તો આજુ બાજુ શરદ પસ્તીવાળાના માણસો હતા અને જોર-જોરથી હસી રહ્યા હતા, પણ શરદ પસ્તીવાળો ક્યાય દેખાતો ન હતો અને પ્રતાપ હજી બેભાન જ હતો. એ માણસો બંનેને ઊંચકીને તળાવ જોડે લઇ ગયા જ્યાં શરદ પસ્તીવાળો ઉભો હતો.

બનેને જોઇને શરદ પસ્તીવાળો બોલ્યો કેમ છે મારા બંને મહેમાનો? કેવી લાગી મારી મહેમાનગતી? અને હસવા લાગ્યો. હવે પરેશ અને પ્રતાપની બચવાની કોઈ જ આશા ન હતી (જો આ કોઈ ફેયરી ટેલ હોત તો છેલ્લે “ખાધું પીધુને રાજ કર્યું” એવું થાત પણ આ એવી વાર્તા નથી) અને છેવટે બંને ભાઈબંધો એક સાથે પોતાના અંતને મળ્યા. શરદ પસ્તીવાળો પણ મૃત્યુ પામ્યો પણ વસતિ પર 39 વર્ષ લાંબુ એક-હથ્થુ શાસન કરીને એક રાત્રે ઊંઘમાં-ને-ઊંઘમાં ગયો…

This story is inspired by an animation short “A Story“.

Advertisements

2 thoughts on “પસ્તીવાળી વસતિની એક વાર્તા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s