Marvel ની રંગીન દુનિયાના કો-ક્રીએટર અને કેમીઓના બાદશાહ: Stan “The Man” Lee

Stan-Lee

જો તમે મારી જેમ પોપ્યુલર કલ્ચરની રંગીન દુનિયાના શોખીન હશો તો આ નામ તમારા માટે અજાણ્યું નહિ જ હોય અને આ નામ કે વ્યક્તિ ને આમ તો કોઈ પરિચયની જરૂર નથી છતાં આજે હું આ લેખ લખવાની હિંમત કરી રહ્યો છું! પણ હું કંઈ એમના વિષે લાંબી ગાથા લખવાનો નથી બસ તેમની આ એક બાબત પર જ, કે જે મારી મનપસંદ છે તેના પર ફોકસ કરવાનો છું.

Every Stan Lee cameo ever in Marvel Movies & TV shows

Every Stan Lee cameo ever in Marvel Movies & TV shows

કોમિક બુકની દુનિયાના આ માંધાતાએ Jack Kirby* સાથે મળીને Marvel કોમિક્સ માટે એટલા તો વિવિધતા-સભર પાત્રોની રચના કરી છે કે ગણતરી હજારોમાં પહોંચી જાય છે અને એટલે જ જયારે પણ Marvel ના કોઈ પણ કેરેકટર પર મૂવી કે ટીવી શો બને ત્યારે Stan Lee ને અચૂક યાદ કરવામાં આવે છે અને તેના ભાગ રૂપે Stan Lee નો કેમીઓ જે-તે મૂવી કે ટીવી શો માં અચૂક જોવા મળે જ છે. આજ સુધી Stan Lee એ એટલા બધા કેમીઓ કરી ચુક્યા છે કે તેમને કેમીઓ કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે; અને આ બધા જ કેમીઓ સીન્સ મોટા ભાગે ફન્ની અને સ્માર્ટ હોય છે અને એટલે એ જોવાની તો વધારે મઝા આવી જાય છે. તો અહીં એ તમામ મૂવીઝના સીન્સનો એક કમ્બાઈન વીડિઓ મૂકી રહ્યો છું.

Stan Lee આજે 92 વર્ષની વયે પણ એકદમ એક્ટીવ છે અને ઘણા બધા મૂવી અને કોમિક બૂક કન્વેનશનમાં હાજરી આપી ફેન્સને મળે છે, તથા તેમની Youtube ચેનલ પર પણ Stan’s Rant ના વિડીઓઝ મુકતા રહે છે. વળી હમણા એક કાર કંપનીએ તેમના કેમીઓ કિંગના ખિતાબનો લાભ ઉઠાવવા માટે Stan Lee ને લઈને જ એક એડ બનાવી જે પણ ખૂબ વાઈરલ થઇ, તેની લિંક પણ મૂકી રહ્યો છું. આ એડમાં Stan Lee સાથે બીજા સેલીબ્રીટી પણ જોવા મળે છે જેમાંના એક પ્રથમ Hulk – Lou Ferrigno પણ છે.

તો આ હસ્તીને માટે Hats-off અને એવી જ આશા કે આવનારા વર્ષોમાં પણ તેમના ક્રિએશન્સમાંથી મૂવીઝ બતા રહે અને આપણને મનોરંજન પૂરું પડતા રહે તથા તેમાં તેઓ પોતે પણ હાજરી પુરાવતા રહીને ચાર ચાંદ લગાવતા રહે!

*Jack Kirby

Jack-Kirby_art-of-jack-kirby_wyman-skaar

આ નામ કદાચ મોટા ભાગના લોકો માટે અજાણ્યું હશે પરંતુ કોમિક્સના ફેન્સ માટે તો એ એક ભગવાન સમાન છે, Marvel માં જેટલો ફાળો Stan Lee નો છે તેટલો જ અને અમુક કિસ્સામાં તેમના કરતા પણ વધારે તો જેક કર્બીનો છે. વળી, તેમને Marvel સિવાય DC તથા બીજી કંપની સાથે પણ કામ કરીને તેમના માટે પણ અવિસ્મરણીય કેરેક્ટર્સ બનવ્યા છે; પરંતુ, તેઓ 76 વર્ષની વયે 1994માં ગુજરી ગયા, જે પછી જ કોમિક બૂક મૂવીઝનો સુવર્ણ કાળ ચાલુ થયો, પણ તેઓ આ માટે હયાત હતા નહિ અને એટલે તેમને Stan Lee જેટલી લાઈમ લાઈટના મળી શકી પરંતુ તેમનું નામ તો અમર બની જ ગયું અને આજે પણ દરેક મૂવીના ક્રેડીટ્સમાં ક્રિએટર તરીકે Stan Lee સાથે તેમનું નામ પણ અચૂક જોવા મળે જ છે.

Advertisements

2 thoughts on “Marvel ની રંગીન દુનિયાના કો-ક્રીએટર અને કેમીઓના બાદશાહ: Stan “The Man” Lee

  1. એક સ્વપ્નશીલ સર્જકને સુંદર અંજલી આપી દોસ્ત .

    જોકે તેમના ઘણા કેમીયોઝ ઘણા સાધારણ હતા .

    મારો સૌથી મોજીલો મનપસંદ કેમિયો હતો તો તે : અમેઝિંગ સ્પાઈડરમેન’વાળો 🙂

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s