ડીઝની: એક તીરે બે શિકાર

d

જો તમે ડીઝની સ્ટુડીઓથી જાણકાર હશો તો કદાચ તમને ખબર પડી જ ગઈ હશે કે હું કયા વિષયે વાત કરવા જઈ રહ્યો છું. ગયા વર્ષે Fox સ્ટુડીઓએ કોઈ પણ સ્ટુડીઓ દ્વારા એક વર્ષમાં મૂવી દ્વારા ગ્લોબલ બોક્ષ ઓફીસ પર થતી આવકનો રેકોર્ડ ($ 5.5 billion) કર્યો અને “બુએના વિસ્તા (ડીઝની)” બીજા ક્રમે ($ 3.7 billion) હતું, પણ આ વર્ષે ડીઝની રેકોર્ડ તોડી દેશે એવું ટ્રેડ-પંડિતો માની રહ્યા છે અને તેનું કારણ પણ છે; ડીઝની સ્ટુડીઓના આ વર્ષે મોટા અને એન્ટીસીપેટેડ કહી શકાય એવા 4 મૂવીઝ આવી રહ્યા છે: Marvel studios નું Avengers: Age of Ultron અને Ant-Man, Disney Pixar નું Inside Out અને LucasFilms નું Star Wars: Episode VII – The Force Awakens (તમને કદાચ ના ખબર હોય તો કહી દઉં કે ડીઝની એ Marvel અને LucasFilms ને ખરીદી લીધા છે અને એટલે તેમની ફિલ્મોનું distribution ડીઝની જ કરે છે.), આ સાથે-સાથે ડીઝની નું Cinderella ($ 475 million) તો આવી જ ચુક્યું છે, એ સિવાય આ વર્ષે The Good Dinosaur, Jon Favearu’s Jungle Book, Tomorrowland પણ આવી રહ્યા છે અને આ તો થઇ બધી મોટી ફિલ્મો કે જેમના સિવાય અમુક લો-બજેટ ફિલ્મો પણ આવી ચુકી છે; આમાં થી Avengers અને Star Wars તો ગ્લોબલ બોક્ષ ઓફીસ પર ઓછામાંઓછી $ 1.5 billion (each) ની કમાણી કરશે જ એટલે 3 થી 4 billion ડોલર તો આ બે ફિલ્મો જ લઇ આવશે અને બાકીની ફિલ્મો પણ ભેગી થઇ ને ગયા વર્ષના Fox ના રેકોર્ડને હાંસિયામાં ધકેલી દેશે એવી પુરેપુરી શક્યતા છે.

તો હવે આવું આજના મુખ્ય મુદ્દા પર કે જેના પર થી આ લેખનું શીર્ષક પ્રેરિત છે; Avengers અને Star Wars ખૂબ મોટા ગજાની ફિલ્મો હોવાથી તેમના પ્રમોશનમાં તો સ્ટુડીઓઝે કોઈ કસર રહેવા દીધી નથી અને એટલે બીજી ફિલ્મો થોડી છાયામાં આવી ગઈ હોય તેવો આભાસ ઉભો થયો, પણ હવે Avengers વૈશ્વિક સ્તરે રીલીઝ થઇ ચુકી છે અથવા થવાની તૈયારીમાં છે ત્યારે ડિઝનીએ એક માસ્ટર કહો કે જીનીઅસ સ્ટ્રોક માર્યો, ડિઝનીએ એવું ટ્રેલર રીલીઝ કર્યું કે જેમાં Inside Out ના કેરેક્ટર્સ Avengers નું ટ્રેલર જોઈ રહ્યા છે અને ખૂબ જ ઉત્સુક થઇ રહ્યા છે, આમ આ ટ્રેલર વડે ડીઝની એ એક જ ટ્રેલર વડે બે ફિલ્મોનું પ્રમોશન કરી નાખ્યું અને Avengers તો વૈશ્વિક સ્તર ખૂબ જાણીતું મૂવી છે જ અને એટલે તેના દ્વારા Inside out (કે જેની હમણાં સુધી ઘણા લોકોને ખબર ન હતી) ને લાઈમ લાઈટમાં લાવી દીધું. એ ટ્રેલરની લિંક અહી મૂકી રહ્યો છું:

તો આ સાથે સાથે Avengers નો મારો મૂવી રીવ્યુ તથા Inside Out ના ટ્રેલર રીવ્યુ ની લિંક મૂકી રહ્યો છું કે જેમાં મૂવી વિષે થોડી ઊંડાણમાં ચર્ચા કરી છે. આશા રાખું છું કે બંને તમને નિર્ણય લેવામાં મદદ રૂપ થાય કે મૂવી થીએટરમાં જોવું કે થીએટરમાં જોવું! 😉

તો છેલ્લે આ તસવીરમાં ડીઝની સ્ટુડીઓઝની આવનારા વર્ષોમાં આવી રહેલી ફિલ્મોની સ્લેટ જોઈ લો:

disney-release-schedule-132973

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s