મૈને કૂત્તેકો માર દિયા હૈ! (Killer Joke!)

પાકિસ્તાનમાં મુશરફનું શાશન હતું તે સમયની વાત છે.

એક વાર મુશરફ વેશપલટો કરીને પોતાના ડ્રાઇવરને લઈને પાકિસ્તાનમાં અંતરિયાળ વિસ્તારમાં ફરવા નીકળ્યા. ઘણા લાંબા ડ્રાઈવીંગ પછી એક સુમસામ હાઇવે પરપહોંચ્યા. ટ્રાફિક નહીવત હોવાથી ડ્રાઇવર પુરપાટ ઝડપે ગાડી ચલાવતો હતો ત્યાં અચનાક એક કૂતરું રસ્તા વચ્ચે આવી ગયું, ડ્રાઈવરે બ્રેક તો મારી પણ કૂતરું ગાડી નીચે આવી ગયું ને મરી ગયું. મુશરફ અને ડ્રાઇવર બંને બહાર આવીને કંઈ સમજે-વિચારે એ પહેલા તો કૂતરાનો માલિક આવી ગયો; કૂતરાનો માલિક તો સીધો ચઢી બેઠો કે તમે મારા કૂતરાને કચડીને મારી નાખ્યો હવે તમારે મને વળતર આપવું પડશે, જો નહિ આપો તો ગામડા વાળાને બોલાવીને તમને હેરાન કરી નાખીશ. મુશરફને આવું બધું ટાળવું હતું એટલે તેમણે કીધું કે કેટલા રૂપિયા આપું, માલિક બોલ્યો કે મારે તો 25000 રૂપિયા જોઈએ. હવે મુશરફ મૂંઝાયા કે સાલું કરવું શું? કેમકે એટલા રૂપિયા તેમની પાસે હતા નહિ ને જો ના પાડે તો પેલો ગામડા વાળા ને બોલાવી લાવશે ને જો ભૂલ થી પણ એમની ઓળખ જાહેર થઇ જાય તો તેમનું તો આવી બને. ડ્રાઇવરને મુશરફે આ વાત કરી, ડ્રાઇવર બોલ્યો હું આજુબાજુના ગામડામાં જઈને કંઇક વ્યવસ્થા કરું; આમ કહી ડ્રાઇવર રવાના થયો.

હવે ડ્રાઇવરને ગયે 1 કલાક થયો પણ એનો ક્યાય અતોપતો નહિ; 2 કલાક પછી પણ એવું જ! મુશરફ તો ચિંતામાં આવી ગયા કે ક્યાંક આ ડ્રાઇવર મને છોડીને ભાગી તો નથી ગયો ને?! અને આ બાજુ કૂતરાનો માલિક પણ ઉંચો-નીચો થાય કરતો હતો, અને ત્યાં જ દૂર ડ્રાઇવર દેખાયો અને પાછળ બે જણા માથે ટોપલો ઊંચકીને આવતા હતા, ટોપલા રૂપિયા થી ભરેલા હતા! છેવટે તે આવી ગયા એટલે કૂતરાના માલિકને રૂપિયા આપી રવાના કર્યો, પણ ડ્રાઇવર તો જરૂર કરતા વધારે રૂપિયા લઈને આવેલો! મુશરફને નવાઈ લાગી ને પૂછ્યા વગર રહી ના શક્યા એટલે એમણે ડ્રાઇવર ને પૂછ્યું કે તે ગામડે જઈને એવું તો શું કર્યું કે એ લોકોએ તને જરૂર કરતા પણ વધારે રૂપિયા આપી દીધા? ડ્રાઇવર બોલ્યો કે જવાદો, તમારા કામની વાત નથી, પણ મુશરફના બહુ આગ્રહ પછી ડ્રાઈવરે છેવટે જવાબ આપ્યો કે મેં તો ત્યાં જઈને એટલું જ કીધું કે “મેં મુશરફ કા ડ્રાઇવર હું ઔર મૈને કૂત્તેકો માર દિયા હૈ…!!”.

સૌજન્ય: સફારી જોક્સ

Advertisements

One thought on “મૈને કૂત્તેકો માર દિયા હૈ! (Killer Joke!)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s