TVF’s Permanent Roommates

tvf

આમતો જો તમે ભારતીય Youtubers થી પરિચિત હશો તો The Viral Fever (TVF) નું નામ સાંભળ્યું જ હશે, અને જો ના સાંભળ્યું જ તેમની ચેનલ subscribe કરી નાખો. તે લોકો પેરોડી, સટાયર અને કોમેડી ના videos બનાવવામાં માસ્ટર છે. પણ હવે તેમને આનાથી આગળ વધીને કંઇક ઓરીજીનલ કરવું હતું, અને એટલે તેઓ લઈને આવ્યા TVF Originals Drama હેઠળ 5 એપિસોડની મીની સીરીઝ “Permanent Roommates“.

પહેલા “Drama” શબ્દ ને કારણે મને એ જોવાની ઈચ્છા હતી નહિ પરંતુ એક મિત્ર એ જોઈ અને મને કીધું કે ભલે Drama ના બેનર હેઠળ બની હોય પરંતુ છે નહિ. IMDb પર જોયું તો જોનર comedy અને romance જ દેખાડે છે, એટલે પછી જોવાની ચાલુ કરી.

મૂળ વાર્તા આમ છે: મીકેશ અમેરિકાથી 3 વર્ષે પાછો આવે છે અને પોતાની ગર્લફ્રેન્ડ તાન્યા, જેની સાથે 3 વર્ષથી long distance રીલેશનમાં હતો એને સીધું જ પ્રપોઝ કરી નાખે છે અને પછી જે વસ્તુ શરુ થાય છે એ ખરેખર હસાવી હસાવીને આજના જીવનની વાસ્તવીકાતાઓ અને સંબંધોની સત્યાર્થતા રજુ કરે છે. દરેકેદરેક પાત્ર એકદમ ફીટ બેસી જાય અને કંઇજ વધારાનું નહિ. ખરેખર ઓસમ અને હાલ આવતી કોઈ પણ TV સીરીઝ કરતા વધારે સારી છે.

I personally recomand you to watch this series. Here’s the link:

Leave a comment