Nolan નો વધુ એક Masterpiece: Interstellar

interstellar-31974-1920x1080

Genere: Adventure | Sci-Fi

Director: Christopher Nolan

Writers: Jonathan Nolan, Christopher Nolan

તારાઓ વચ્ચેનું, હા જયારે મેં Interstellar નો ગુજરાતી શબ્દ સર્ચ કર્યો ત્યારે મને આ જવાબ મળ્યો! પણ મૂવી જોતા સમજાય કે ફક્ત આટલો સંકુચિત અર્થ નથી તેનો, આ તો એક માસ્ટર-પીસ છે, વિજ્ઞાનના રસિયાઓ માટે એક ઉજાણી છે, અને ફક્ત વિજ્ઞાન જ નહિ પણ સિનેમા અને નોલનના fans માટે તો 2 કલાક અને 49 મીનીટની ભાવનાઓ અને અચરજોનો ભંડાર છે.

int1

શું લખું અને શું રહેવા દઉં એ યક્ષ પ્રશ્ન છે, ક્યાંક કંઈક એવું લખાઈ જાય કે ભૂલથી પણ spoiler બની જાય એવું મારે થવા દેવું નથી. તો વાર્તા વિષે કે પાત્રો વિષે ચર્ચા નથી કરવી. Interstellar એ જોવા માટે નહિ પણ અનુભવવા માટે છે (અને જો તમારી આજુ બાજુ ક્યાંક I Max માં રીલીઝ થયું હોય તો તો ત્યાં જ જજો). આ ફક્ત એક વિજ્ઞાન કથા નહિ પણ એક ભાવનાત્મક અને અંદરથી હચમચાવી મૂકે તેવી વાર્તાનું વર્ણન/નિરૂપણ છે. અત્યાર સુધી તમે કદાચ ફક્ત ક્યાંક વાંચેલા કે સાંભળેલા શબ્દો wormhole, black hole અને Theory of Relativity નું વૈજ્ઞનિક રીતે સાચું નિરૂપણ તમારી સામે પડદા પર ભવ્યતા અને સત્યાર્થતાની હદ સુધી જોવા મળશે. એ દરેક પાછળનો સિધ્ધાંત અને વિજ્ઞાન પણ જાણવા અને સમજવા મળશે (પણ શરત માત્ર એટલી કે જો એ બધાનું આછું-પાતળું જ્ઞાન તમારી જોડે નહિ હોય તો-તો બમ્પર!! ઘણી ઘટનાઓ અને વાતો તમારી સમજ બહારથી અને માથા ઉપરથી જશે!). શરૂઆતમાં કદાચ એવું લાગે કે આ બધું શું ચાલી રહ્યું છે પણ વખત આવ્યે બધું સમજાવા લાગશે. એક માણસની ઇચ્છાશક્તિ અને વિચારશક્તિની હદ કેટલે સુધી વિસ્તરી શકે એ આ માસ્ટર-પીસ જોઇને જ સમજાય. આ મૂવી બનાવવા માટે નોલને બને ત્યાં સુધી practical effects નો ઉપયોગ કર્યો છે, ગ્રહોનું જે વાતાવરણ, જે અવકાશ યાનો તથા જે પણ robots જોવા મળે છે એ તમામ studio ની અંદર બનાવાયેલા છે અને એટલે જ બધું visually stunning લાગે છે. અમુક ઘટનાઓ અને સીન્સનું તો એવું નિરૂપણ છે કે તમે તમારી સીટની ધારે આવી જાઓ અને મોઢામાંથી અચરજના શબ્દો સરી પડે (literally!). જો આ મૂવીને 3 act માં વહેંચી દઈએ તો શરૂઆતનો act થોડો ધીમો લાગશે પણ પછી તો મૂવી સીધી hyper speed પકડે છે અને time ઝડપી વહી રહ્યો હોય તેવો અનુભવ થાય.

જયારે મૂવી પૂરું થયું ત્યારે બે ઘડી તો બઘા જ લોકો એકદમ શાંત અને પછી થોડી વારે લોકો પાછા આ વાતાવરણમાં આવ્યા, ત્યારે જે લોકો જાણકાર હતા તેઓ ચર્ચા કરવા લાગ્યા અને જે એટલા જાણકાર નહતા તેઓ બીજાને પૂછી ને પોતે સમજ્યા એ સાચું હતું અને જે ન સમજ્યા એ શું હતું એની ખરાઈ કરવા લાગ્યા, પણ જયારે બધા બહાર નીકળ્યા ત્યારે દરેકના ચહેરા પર એક સ્મિત હતું અને એ હતું સંતોષનું સ્મિત. 🙂


Interstellar બનાવવા માટે Nolan ને શું કર્યું અને ક્યાંથી પ્રેરણા લીધી તેનું વર્ણન આ interview માં છે તથા black hole અને wormhole કઈ રીતે બનવાયા તેનું નિરૂપણ બીજા વિડીઓમાં છે:

Advertisements

4 thoughts on “Nolan નો વધુ એક Masterpiece: Interstellar

 1. અરે વાહ ! જોઈ પણ આવ્યા ? અમારે તો અહીંયા રીલીઝ પણ નથી થયું 😦 [ કદાચ આને જ કળિયુગ કહેવાતો હશે 😉 ]

  એક પ્રકારે જબરદસ્ત ઉત્કંઠા છે અને બીજી બાજુ લાકડાતોડ અપેક્ષાઓ પણ છે . . . જોઈએ હવે શું થાય છે ? 🙂

  Liked by 1 person

 2. Do not go gentle into that good night
  Dylan Thomas, 1914 – 1953

  Do not go gentle into that good night,
  Old age should burn and rave at close of day;
  Rage, rage against the dying of the light.

  Though wise men at their end know dark is right,
  Because their words had forked no lightning they
  Do not go gentle into that good night.

  Good men, the last wave by, crying how bright
  Their frail deeds might have danced in a green bay,
  Rage, rage against the dying of the light.

  Wild men who caught and sang the sun in flight,
  And learn, too late, they grieved it on its way,
  Do not go gentle into that good night.

  Grave men, near death, who see with blinding sight
  Blind eyes could blaze like meteors and be gay,
  Rage, rage against the dying of the light.

  And you, my father, there on the sad height,
  Curse, bless, me now with your fierce tears, I pray.
  Do not go gentle into that good night.
  Rage, rage against the dying of the light.

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s