બે યાર… મસ્ત છે યાર…!!

Bey_Yaar_poster

અત્યાર સુધીમાં તમારામાંથી ઘણા બધા તો જોઈ આવ્યા હશે અને ના જોઈ આવ્યા હોવ તો વહેલી તકે ઉપડો…

આમ તો મારે કંઈક લખવું હતું, પણ મને Utsav Parmar(મારો ફેસબૂક મિત્ર અને સ્કુલમાં મારાથી એક વર્ષ આગળ હતો અને સ્કુલના સમયથી જ તે આખી સ્કુલમાં કવિ તરીકે પ્રખ્યાત હતો, કદાચ તમે તેને ઓળખતા જ હશો!) નો રીવ્યુ એવો ગમી ગયો કે એનો જ રીવ્યુ શેર કરી દઉ છું…

(આમ તો કેટેગરીનું નામ “Movies: મારી નજરે” છે, પણ આટલી પોસ્ટ પુરતું “ઉત્સવની નજરે” એમ કરીને વાંચજો…!! 😛 )

હું ફિલ્મ રીવ્યુ”કાર” નથી અથવા આ ફિલ્મ આટલું કમાઈ લેશે ને ડિરેક્શન સરસ હતું ને સીનેમેટોગ્રાફી આમ હતી ને તેમ હતી એવું બધું ફાવતું નથી. હું એક મામૂલી દર્શક છું અને છાપા ને ફેસબુક ના રીવ્યુ ગમે તે કહેતા હોય મારી ફ્લેવર મુજબ ની ફિલ્મો મને ગમવાની જ છે ! હાલ જે ફિલ્મ વિષે કહેવા જઈ રહ્યો છું એ બેશક “બે યાર” વિષે છે ! બહુ વખતે મલ્ટીપ્લેકસ માં સીટીઓ ચીસો અને બુમો સાંભળી ને સિંગલ સ્ક્રીન સિનેમા નો જૂનો અનુભવ તાજો થઇ ગયો ! ચકા અને ટીના એ પિક્ચર માં મારી પણ દીધી અને મૂકી પણ દીધી ! આમ અમદાવાદી યુથ ના મિજાજ ને જો કોઈ આકાર આપવો હોય તો એ “બે યાર” છે ! અમદાવાદી છોકરો પાછળ ની સીટે મેસેજ કરી રહેલા ભઈબંદ ને દર સિગ્નલે નવો બિઝનેસ આઈડિયા આપવાની જીનેટિક ખૂબી ધરાવે છે , એકદમ નવી તરોતાજા યંગ આંખો માં ફાટતાં સપનાઓ ની દુનિયા જ કઈ જુદી હોય છે, આવું અમદાવાદ ઓન સ્ક્રીન ક્યારેય નથી જોયું ! ડાયલોગ્સ,સીન્સ,મ્યુઝીક,એક્ટિંગ……..આમ “નમક સ્વાદ અનુસાર” ટાઈપ ની બહુ તીખીય નઈ ને બવ ખાટી કે મોળી બી નઈ પણ ખઈએ ને તો જલસો પડી જાય એવી ડીશ ! અને ફાડું તો અમિત મિસ્ત્રી નીકળ્યો બોસ….હજુ તાંબા નો ઘડો મગજ માં વાગ્યા કરે છે….અલ-પચીનો અલ-પચીનો ! પણ મારા માટે અંગત આકર્ષણ હતું તો એ મારા દોસ્ત Kishan Gadhavi નો થોડી ક્ષણો નો કેમિયો અપીયરન્સ ! સાલો જે દોસ્ત સામે ના પડદે હોય એ જ દોસ્ત બાજુ ની સીટ પર બેસી ને પિચ્ચર જોવે તો લ્યાં ચેવી મજા આવ , નઈ ? બીજી મજા અભિષેક ભઈ Abhishek Shah ના કાસ્ટિંગ માં બી પડી, ક્યાં થી ગોતી લાયા ભઈ આટલો બધો બારૂદી સ્ફોટક માલ-સામાન !

બીજું,મને અંગત રીતે સૌથી વધુ ગમ્યો હોય એ સીન એટલે ચકા ને ટીના ની ભઈબંધી તૂટે છે ત્યારની સિક્વન્સ ! આપણે ત્યાં મેલ-મેલ બોન્ડીંગ (male-male bonding ) આટલું ઈમોશનલી બતાવું અઘરું પડે ભાઈ,પણ સાલું આ તો પાણી નો રેલો સરકતો હોય ને અંદર ધીમેં ધીમે એમ આખો સીન સરકે ! બે બેનપણી ઓ ના આવા સીન બોલીવુડ માં બી બવ જોયા પણ બે દોસ્તારો ના નઈ !

ગીત ની ધૂન ગઈકાલ ની મગજ માં સેટ થઇ ગઈ છે, બાઈક ની કિક વાગે ને ટયુન વાગવા માંડે છે ! શબ્દો યાદ નથી આવતા….પણ ધૂન રીપીટ મોડ પર ઓન છે….

બીજું યાર બવ બધું છે આમાં………તમે ક્યાં આં વાંચવા માં ટાઈમ બગાડો છો જોઈ જ આવો ને ……..છેલ્લા ૨ મહિના માં આવેલી ફાલતું બોલીવુડ ફિલ્મો કરતા લાખ ગણી સારી છે ! અને ગુજરાતી છે એટલા માટે નઈ પણ સાચે જ મને તો અંદર થી બોલીવુડ ની કોઈ ફિલ્મ જોતા હોય એટલી મજ્જા આઈ ! હજી બીજી વાર જોઈ આવું તોય આટલી જ મજા પડશે એની ખાતરી ! ફિલ્મ ને મિશન ની જેમ પૂરી કરનાર આખી ટીમ ગુજરાતી સિનેમા ના નવા યુગ નો એક દસ્તક છે …………થેંક યુ Abhishek Jain Niren H Bhatt Pratik Gandhi Ashish Kakkad Hemang Dave Jay Vasavada Bhavesh Mandalia Sachin Jigar Samvedna Jigi Divyang Kavin Manoj JOshi Darshan Jariwala અને એ બધા જ જે આ ફિલ્મ નો ભાગ બન્યા…

Advertisements

One thought on “બે યાર… મસ્ત છે યાર…!!

  1. પિંગબેક: બે યાર YouTube વીડિઓ રીવ્યુ | રોનક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s