ભારતીય સુપર-હીરોઝ (Indian Super-Heroes)

ગયા અઠવાડિયે SDCCમાં ઘણા સુપર હીરો મૂવીઝના સમાચાર અને ખબરો જાણવા મળી અને એના પરથી મને યાદ આવ્યું કે આપણા ભારતીય સુપર હીરોઝ પણ કઈ કમ નથી (પછી ભલેને કોપી-પેસ્ટ વાળું હોય) એટલે આ મારી જુના બ્લોગ પરની ભારતીય સુપર હીરોઝની પોસ્ટ એડીટીંગ કરી અને મઠારીને ફરીથી અહી મુકુ છું. તો enjoy…


Shahenshah

27slide7

શરૂઆત કરવા માટે સદીના મહાનાયકથી સારી પસંદ કઈ હોઈ શકે?! 1988માં આવેલી આ ટીનું આનંદની ફિલ્મમાં આમ તો વિજય (Amitabh Bachchan) પાસે ખરા અર્થ માં કોઈ સુપર પાવર હતા નહિ, પણ જયારે તેના પિતા ઇન્સ્પેકટર શ્રીવાસ્તવને (Kader Khan), JK (Amrish Puri) ભ્રષ્ટાચારના ખોટા આરોપમાં ફસાવી દે છે ત્યારે ઇન્સ્પેકટર શ્રીવાસ્તવ આ આરોપ ખોટો સાબિત ન કરી શકતા છેવટે આપઘાત કરી લે છે જેની વિજયના માનસ પર ઊંડી અસર પડે છે અને એ આ સમાજના દુષણોનો સામનો કરવા માટે મક્કમ બને છે. મોટો થઈને તે પણ તેના પિતા ની માફક ઇન્સ્પેકટર બને છે પણ આ તેનો alter ego છે, જેમાં એ એક ભ્રષ્ટાચારી ઇન્સ્પેકટર છે જે રૂપિયા લઈને કેસ દબાવી દે અથવા કોઈ પગલા ના ભરે પણ રાત્રે પોતે જ “શાનેશાહ” બની એ જ કેસ નું નિરાકરણ લાવી દે. અને પછી આગળ શું થાય એ તો બધાને ખબર જ છે…!!

વળી ફિલ્મ નું ટાઈટલ સોંગ “અંધેરી રાતો મેં સુમસામ રાહો પે…” એકદમ મસ્ત, background music પણ ચકાચક અને ડાઈલોગ્સ તો કોણ ભૂલી શકે “રીશ્તેમે તો હમ તુમ્હારે બાપ લગતે હૈ નામ હૈ ‘શહેનશાહ’…”. આ ડાઈલોગ જેટલી વાર આવે તેટલી વાર પૈસા વસૂલ…!!


Mr. India

Mister-India

1987ની શેખર કપૂરની આ ફિલ્મ ભારતમાં sci–fi જોનરની બેસ્ટ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં પણ મુખ્ય પાત્ર અરુણ વર્મા (Anil Kapoor) પાસે કોઈ સુપર પાવર નથી પણ તેના હાથમાં એક એવી device આવી જાય છે કે જે દેખાવે તો સામાન્ય કાંડા-ઘડિયાળ જેવી છે, પણ તેને પહેરીને જો એક્ટીવેટ કરવામાં આવે તો તે પહેરનાર માણસ અદ્રશ્ય થઇ જાય છે અને ફક્ત લાલ પ્રકાશમાં જ તેને જોઈ શકાય છે.

mr-india

પણ આ ફિલ્મથી વિલનની એક નવી પરિભાષા આવી તેમ કહી શકાય. અમરીશ પૂરીનું Iconic મોગેમ્બોનું પાત્ર અને તેના સંવાદો તથા કેચ ફ્રેઝીસ અને બધાનો personal favourite “મોગેમ્બો ખૂશ હુઆ”. ગમે ત્યાં આ ડાઈલોગ સંભાળીને આપણા મનમાં મોગેમ્બોનું પાત્ર જીવંત થઇ જાય છે.


Shaktimaan

આમ જોવા જઈએ તો ભારતીય પૃષ્ઠ ભૂમિમાં આ Super Man નું એક classic adoption જ છે, પણ જે છે એ જોરદાર છે! 1997 થી 2005 સુધી એમ લગભગ 8 વર્ષ ચાલેલી આ સીરીઅલ એટલે 80s અને 90s ના બાળકોની ફેવરીટ સીરીઅલ. મને હજી પણ યાદ છે રવિવારે બપોરે 12 વાગવા એટલે બધા જે રમતા હોય એ પડતું મુકીને TV આગાળ ગોઠવાઈ જતા .

img_53cb02baaa9e0

શક્તિમાન (Mukesh Khanna) આમ તો એક સામાન્ય માણસ જ હતો પણ એકદમ કઠોર યોગ સાધનાથી તેને આ શક્તિઓ પ્રાપ્ત થઈ હતી. સામાન્ય લોકોની નજરમાં એ “આજ કી આવાઝ” નામના દૈનીકમાં કામ કરતો ફોટોગ્રાફર “ગંગાધર વિદ્યાધર માયાધાર ઓમકારનાથ શાસ્ત્રી” અને જરૂર પડ્યે સૌનો માનીતો રક્ષક શક્તિમાન. શક્તિમાનના કટ્ટર દુશ્મનો તેના માર્ગમાં હમેશા મુસીબતો ઉભી કરવા માટે તૈયાર જ હોય અને શક્તિમાન સમયસર પહોચી જઈને તેમની યોજનાઓનો ઘડો લાડવો કરી નાખે.

શક્તિમાનનો મુખ્ય દુશ્મન એટલે “તમરાજ કીલવીશ”, જો શક્તિમાન શક્તિપુંજ નો એકભાગ હતો તો તેનો બીજો ભાગ પાપપુંજ હતો કીલવીશ (Something like Ying-Yang). વળી દુનિયામાં લોકો જે પણ પાપ કરે તેનાથી પણ તેને શક્તિ પ્રાપ્ત થતી હતી. શક્તિમાનના બીજા દુશ્મનો જોઈએ તો ડૉ. જૈકાલ, સાહબ (કુમાર રંજન), કપાલા, તિમિર, ટોય મેન (આતો DC comics માંથી નામ બદલ્યા વગરની સિધ્ધિ ઉઠામણી! પણ એ વખતે કોને ખબર હતી?!) વગેરે વગેરે…

દરેક એપિસોડના અંતે આવતું “છોટી છોટી મગર મોટી બાતે” જોવાની પણ મઝા આવતી. અને હવે શક્તિમાનની 3–D ફિલ્મ પણ આવવાની છે તેવું જાણવા મળ્યું છે જેની મુકેશ ખન્નાએ પુષ્ટિ કરેલી છે.


Krrish

જયારે “કોઈ મિલ ગયા” ફિલ્મ આવેલી ત્યારે કોઈએ વિચાર્યું પણ નહતું કે આની સિકવલ આવશે અને એ પણ સુપરહીરો મૂવી હશે. પણ જયારે 2007 માં ક્ર્રીશ આવ્યું ત્યારે બધા જોતા જ રહી ગયા. સ્ટોરી આગળ વધે છે કોઈ મિલ ગયાના અંત થી જયારે રોહિતને છોકરો જન્મે ત્યારે એ પણ તેની શક્તિ સાથે લઈને જ જન્મે છે પણ તેની જાણ તેની દાદી પાછળથી થાય છે અને ખબર પડતા જ તે શહેર છોડીને કોઈક દુર્ગમ ગામમાં રેહવા જતા રહે છે જ્યાં કોઈ તેમને ઓળખતું નથી. ત્યાં જ ક્રિષ્ના મોટો થાય છે અને ઉમર સાથે તેની શક્તિઓ વિકસે છે. પછી થોડું ફાસ્ટ ફોરવર્ડ જે તમને ખબર જ છે. ક્રિષ્ના જયારે સિંગાપુરમાં એક સર્કસમાં જાય છે ત્યારે ત્યાં આગ લગતા લોકોના જીવ જોખમમાં આવી પડતા તેમને બચાવવા માટે પ્રયત્ન કરવો હોય છે પણ તેની દાદીને આપેલા વચન મુજબ તે પોતાની ઓળખ દુનિયા સમક્ષ છતી ન કરી શકે, અને તેથી તે એ બાજુમાં પડેલુ જોકરનું તૂટેલું માસ્ક ઉઠાવી પહેરી લે છે જેનાથી તેનો ચહેરો ઢંકાઈ જાય અને તે ઓળખાય નહિ. તે જ ક્ષણે જન્મ થાય છે સુપરહીરો ક્ર્રીશનો.

21

મૂવીની સ્ટોરી અને સોન્ગ્સ એકદમ મસ્ત, ક્યાય કંટાળો ના આવે, ટ્વિસ્ટ અને એક્શન પણ જોરદાર. જોકે Krrish 3 આ ઘટનાને પુનરાવર્તિત ન કરી શક્યું સ્ટોરી સારી હતી પણ રાકેશ રોશનનું ડીરેક્શન આટલું નબળું પણ હોઈ શકે એ હવે ખબર પડી અને જરૂર વગરના સોન્ગ્સ તથા બકવાસ special effects (Plus rip-offs of The Amazing Spider-Man, X-men, Iron-Man, Man of Steel!). છતાય ક્ર્રીશ એ ભારતીય સુપરહીરોના લીસ્ટ માં ખૂબ જ ઉપર આવે એ તો સો ટચ ની સાચી વાત કેમ કે તેની બેક-સ્ટોરી એટલી મજબૂત છે કે કોઈ બકવાસ સિકવલ એ બગડી શકે નહિ.


G.One

wpid-g.one-ra-one

થોડા વધારે પડતા ટેકનીકલ બેક-ગ્રાઉન્ડ વાળી આ સુપરહીરોની સ્ટોરી મોટાભાગના લોકો માટે બાઉન્સર હતી, જેમાં એક ગેઈમમાંથી પહેલા વિલન Ra.One (Random Access One) (Arjun Rampal) બહાર આવી જાય અને તેને રોકવા માટે G.One (Good One) (Shahrukh Khan) પણ બહાર (અસલી દુનિયામાં) આવી જાય.

સ્ટોરીમાં એટલો દમ હતો નહિ પણ એ કમી special effects વડે પૂરી કરવા પ્રયત્ન કર્યો હતો જે થોડે ઘણે અંશે સફળ રહ્યો એમ કહી શકાય. (બિનજરૂરી)સોન્ગ્સ પણ મસ્ત હતા. ડાઈલોગ્સ પણ સારા હતા, પણ છેવટે કરોડરજ્જુ વગર નું શરીર નક્કામું એમ…તમે સમજી ગયાને યાર…!!

Ra.One-Arjun-Rampal

જોકે એક વાત નો શ્રેય શાહરૂખને આપવો પડે કે તેને Ra.One ને 3-D માં રીલીઝ કરવા ભારતના બધા મલ્ટીપ્લેક્ષને 3-D screen ચાલુ કરાવડાવી, અને એટલે આજે આપણે 3-D માં રીલીઝ થતું કોઈપણ મૂવી ઘરની નજીકના મલ્ટીપ્લેક્ષમાં જઈને જોઈ શકીએ છીએ.


===> અને છેલ્લે ભારતીય સિનેમા તથા ટીવી ના કેટલાક સુપરહીરોઝ ના ઓનરેબલ મેન્શન્સ : Drona, Ajooba, Junior G, Shiva, Hero…

અમુક લોકોને લાગતું હશે કે આમાં રજનીકાંતનું Robot કેમ નથી? પણ મારા મતે Robot એ સુપરહીરો નહિ પણ એક યાંત્રિક મશીન જ છે અને મૂવીમાં પણ છેલ્લે તો Robot પોતે જ વિલન બને છે અને ડૉ. વસીગરન (રજનીકાંત) એ જ પેંતરો લડાવીને તેને કાબૂમાં લાવવો પડે છે.

And if you want to see the Indian Super Heroes in other media, here is the link: Indian Super-Heroes

FYI: Spide-Man નું Marvel official ભારતીય version છે: પવિત્ર પ્રભાકર

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s