સહજતા એટલે શું?

સહજતા એટલે શું? આ પ્રશ્ન મારા મગજમાં કેટલાય દિવસો થી ઘુમરાયા કરતો હતો એટલે પછી શાંતિથી વિચાર કર્યો અને મગજમાંથી interesting replys મળવાના ચાલુ થયા…

તો અહીં એ વિચારો રજુ કરું છું;

તમે તમારા મિત્રને મળવા જાવ ને કલાકો ના કલાકો સુધી વાત કરો ને છેલ્લે વિચારો કે વાત ક્યાંથી શરુ કરેલી ને ક્યાં પહોચી ગઈ અને તમારે વાત કરવા માટે કઈ વિચારવું પણ ના પડ્યું તે એટલે જ સહજતા.

તમે કોઈ વસ્તુ વાંચતા હોવ અને સમય ક્યાં જતો રહે તેની તમને ખબર પણ ના પડે તે એટલે લખાણની સહજતા.

તમે તમારા પરિવાર સાથે બેઠા હોવ અને જે અહેસાસ અને આનંદની અનુભૂતિ થાય તે એટલે જ સહજતા.

તમે એકલા બેઠા હોવ ને વિના પ્રયત્ને જે વિચારો આવે તે એટલે તમારી સહજતા, જેમાંથી જ ઘણી વાર મોટી મોટી કૃતિઓ, ideas અને વસ્તુઓનું સર્જન થઇ જતું હોય છે.

Robert Downey Jr. ના Iron-man, Benedict Cumberbach ના Sherlock અને Jim Parsons ના Dr. Sheldon Cooper ના રોલ માટેની એક્ટિંગ, કે જેમાં તમે આ લોકોની આ પાત્રની બહાર કલ્પના પણ ના કરી શકો. જયારે તે અભિનય કરતા હોય ત્યારે તે જ પાત્ર બનીને હૃદયમાં ઉતરી જાય એ એટલે જ સહજતા.
(મૂવીઝ અને ટીવી શોઝ જોવાનો શોખીન છું એટલે મગજનો રીપ્લાય પણ તેમને રીલેટેડ જ આવે!!)

જો મગજની દરવાજા કુદરતના ફલક સુધી ખોલીને વિચારો તો આ પ્રકૃતિ પોતે જ એક સહજતા છે: વ્રુક્ષો ઉગે છે, ઋતુઓ બદલાય છે, એકબીજા જોડે સંકળાયેલા જીવન ચક્રો ચાલ્યા કરે છે પછી ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેમ કરીને કુદરત પોતાના માટે રસ્તો શોધી લે એ એટલે જ સહજતા.

અને છેલ્લે નિરવ ભાઈનો આ વિચાર ટાંકું છું (જે તેમણે આ જ પોસ્ટ મેં જયારે મારા જુના બ્લોગ પર કરી હતી ત્યારે કમેન્ટમાં રજુ કરેલો):
સહજતા એટલે જ્યાં ભાર ન હોય પણ હૃદય’માંથી નીકળતો આભાર હોય . . . એક એવું વહેણ કે જેમાં બસ વહ્યે જ જાય અને સમય જોવાનો પણ સમય યાદ ન રહે.

Advertisements

One thought on “સહજતા એટલે શું?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s