Yudh(યુદ્ધ): Another step forward in Indian Television

તો જેની અગ્રીમતાથી રાહ જોવાઈ રહી હતી એ ભારતની સૌથી મોંઘી(પ્રત્યેક એપિસોડનો ખર્ચ લગભગ 3 કરોડ રૂપિયા) અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની પ્રથમ ફિક્શન ટીવી સીરીઝ – યુદ્ધ 14મી July થી શરુ થઇ ચૂકી છે. બચ્ચન સાહેબ સિવાય પણ ઘણા મોટા નામો – સારિકા, નાવાઝુદ્દીન સિદ્દકી, કે કે મેનન તથા (Created by-)અનુરાગ કશ્યપ – ને ચમકાવતી આ સીરીઝ 20 એપિસોડની સાયકોલોજીકલ થ્રીલર છે અને આ લખું છું ત્યાં સુધી 3 એપિસોડ આવી ચુક્યા છે અને ખરેખર જોરદાર છે; જો જાણીતા લેખક અને કોલમિસ્ટ જય વસાવડાને જ ટાંકુ તો “કેટલા વખતે ફરી ટીવી સામે રાતના કોઈ સિરિયલનો ટાઈમ યાદ રાખી, ફોનને કામો મુલતવી રાખી ગોઠવાઈ જવાની આદત પાછી ફરશે ,એમ લાગે છે. અમિતાભ-અનુરાગની ધમાલ કમાલ કરશે એવું લાગે છે. બેઝિકલી, બૂઢા-ડીપાર્ટમેન્ટ-સત્યાગ્રહ જેવી ફિલ્મોમાં પોતાનો ટાઈમ અને આપણી ટિકિટ બરબાદ કરતા બચ્ચનને એના શાહી એલિમેન્ટમાં રજવાડી ઠાઠ સાથે સૂટેડ-બૂટેડ સરકારના પ્રભાવપ્રેરક રોલમાં જોઇને જ જામો પડી ગયો. પ્લોટ તો Breaking Badનાં મોડમાં હોય એવું લાગે છે. પણ એ બધાની કોણ પરવા કરે જો ઘેર બેઠા વિન્ટેજ બચ્ચનબાપુની શહેનશાહતમાં રૈયત થવા મળતું હોય તો ! હમણાં તો સોમથી ગુરુ સોની પર રાત્રે ૧૦.૩૦ આંખો ખોડવાની મોબાઈલને બદલે !”

Yudh

યુદ્ધની વાર્તા કંઇક આ પ્રમાણે છે: યુધીષ્ઠીર સીકારવર, એક મોટા ગજાનો બીઝનેસમેન છે અને Shanti Constructions (હા તમે સાચું વિચાર્યું! અમિતાભ બચ્ચનના ત્રિશૂલ મૂવીમાં પણ તેની કંપનીનું નામ Shanti જ હતું અને એની પરથી પ્રેરણા લઈને જ અનુરાગ કશ્યપે આ નામ રાખ્યું છે.) નો માલિક છે. હવે તે mining industry માં ઝમ્પ્લાવવા માંગે છે પણ તેવામાં જ તેને એક લાઈલાજ બીમારી neuropsychological disorder માટે diagnosed કરવામાં આવે છે અને એટલે હવે તેની પાસે જીવવા માટે ફક્ત 3 થી 5 વર્ષ જ છે. આ સાથે હવે યુધીષ્ઠીરે ત્રણ યુદ્ધો લડવાનાં છે – પહેલું તેની અને તેની તબીયલ વચ્ચે, બીજું તેના પરિવાર સાથેનું emotional યુદ્ધ અને ત્રીજું તેના પ્રતિદ્વંધીઓ સાથેનું corporate યુદ્ધ.


અનીલ કપૂરની 24 બાદ આ બીજી એવી main-stream ટીવી સીરીઝ છે કે જે typical ભારતીય ટેલીવિઝનથી અલગ અને વધરે ઊંચા અને સારા લેવલની છે, ખરેખર હવે ભારતીય ટેલીવિઝનમાં મોટા બદલાવનો સમય આવી ગયો છે તથા વધુ અને વધુ આવી ટીવી સિરીઝની જરૂર છે. તો જોઈએ હવે ભવિષ્યમાં છે. Let’s hope for the best !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s