બોટલ ભરાઈ ગઈ

કોલેજને પૂરું થયે એક વર્ષ થઇ ગયું ત્યારે આજે બેઠા બેઠા અમુક યાદો વાગોળતો હતો અને એક ઘટના યાદ આવી ગઈ અને હું હળવેથી એકલો હસી પડ્યો. કોલેજમાં હતું એવું કે અમારા દસ બાર મિત્રોના ગ્રુપમાં હું હમેશ અને બીજો એક મિત્ર કોઈક વાર પાણીની બોટલ લઈને આવતા અને એટલે પાણી ઝડપી ખાલી થઇ જતું એટલે પછી કોલેજની પરબમાંથી પાણી ભરવા જવું પડતું અને એ ક્લાસથી થોડે દૂર હતી એટલે હું મિત્રોને બોટલ આપીને મોકલી દેતો કે બોટલ તો હું લાઉં જ છું તો ભરવા તો બીજાએ જવું જોઈએ.

આવી જ એક ઘટનાની વાત છે, એ વખતે લગભગ વાયવા ચાલતા હતા અને અમે ક્લાસમાં નવરા બેઠા હતા અને as always પાણી ખાલી હતું અને અમે હતા તરસ્યા એટલે પછી સિદ્ધાર્થને પાણી ભરવા મોકલ્યો. એ બોટલ લઈને ગયો અને થોડી વાર સુધી પાછો આવ્યો નહિ એટલે અમને થયું કે ક્યાં રહી ગયો; પાણી ભરવા ગયો કે બનવા ગયો છે?! એટલામાં જ એનો કોલ આવ્યો એટલે મેં તરત જ ઉપાડ્યો અને તેણે કહ્યું,” હલ્લો, રોનક બોટલ ભરાઈ ગઈ.” એટલે મેં કીધું “તો એમાં ફોન કેમ કર્યો લઇ ને આવતો રે યાર!” એટલે તેણે તરત જ કહ્યું કે,”બે યાર એમ નઈ બોટલ ભરાઈ ગઈ છે!” એટલે મેં ફરી કીધું,”હા તો બોટલ લઈને આવતો રે ને!” એટલે એ ફરી બોલ્યો,”અબે બોટલ નળમાં ભરાઈ ગઈ છે અને હવે નીકળતી નથી” (નળ થોડા નીચા હતા અને મારી બોટલ થોડી મોટી હતી એટલે નળમાં ત્રાંસી રાખીને ભરવી પડતી). વાત સમજમાં આવતા હું તો ત્યાં જ ખડખડાટ હસી પડ્યો પણ જયારે બીજા મિત્રોને આ કીધું એટલે એ લોકો પણ ખડખડાટ હસવા લાગ્યા અને છેવટે મારે બોટલ કાઢવા જવું પડ્યું અને મહા મહેનતે બોટલ નીકળી!!

{કદાચ આ વાંચીને તમને બહુ હસવું ના પણ આવે, પણ અમુક ઘટનાઓ હોય જ એવી કે જયારે ત્યારે તમે એ પરિસ્થિતિમાં હોવ ત્યારે ખૂબ funny લાગે પણ બીજાને કહો તો કઈ ખાસ નહિ.}

3 thoughts on “બોટલ ભરાઈ ગઈ

  1. ‘કદાચ આ વાંચીને તમને બહુ હસવું ના પણ આવે,…’ — અરે ભ‘ઈ, એથી ઉલટું, આ વાંચીને તો ખડખડાટ હસવું આવ્યું. કેમ કે આમાં પ્યોરીટી છે. કૃત્રિમ જોક્સ કરતાં વાસ્તવિક રમૂજી ઘટના વધુ આનંદ આપે. કહ્યું છે ને, Truth is stranger than fiction. હાસ્યમાં પણ આવું જ છે.

    Liked by 2 people

  2. મારો એક કિસ્સો કહું : એકવાર મારા પપ્પા કોલેજમાં મને કઈ કામ સબબ મળવા આવેલા , ત્યારે સરે કહ્યું કે નીરવ જાઓ તમને બહાર બોલાવે છે . . . પણ નીચે જોઉં તો ખ્યાલ આવ્યો કે કોઈએ મારું એક ચપ્પલ આઘું જવા દીધું હતું અને છેવટે મારે ખુલ્લા પગે જવું પડેલું 🙂

    અને બધા મુછ’માં મલકાતા હતા [ છોકરીઓ પણ – મુછ ન હોવા છતાં 😉 ]

    Liked by 2 people

Leave a comment