સરદારજીની હેર(તજનક) કટિંગ સલૂન !

કોલકાતાથી છન્નાસિંહ દિલ્હી જતી ટ્રેનમાં ચડ્યા . ટ્રેન ઉપાડતા વેંત તેમણે છુટકારાનો દમ ખેંચ્યો , કારણકે તેમને કોલકાતા માં જરાય ગમ્યું ન હતું અને ત્યાના બંગાળી લોકો પણ ગમ્યા ન હતા . છન્નાસિંહ ને ખાસતો ગુસ્સો એ વાતનો આવેલો કે બંગાળી લોકો હાલતા ને ચાલતા નેતાજી સુભાષચંદ્ર બોઝ ને યાદ કરતા હતા . જાણે છન્નાસિંહના પંજાબમાં તો આઝાદીના લડવૈયા પાક્યા જ નહોતા !

ટ્રેનમાં છન્નાસિંહ સામે તેમના જેવા જ દાઢીવાળા એક બંગાળીબાબુ પુસ્તક વાંચતા બેઠા હતા . છન્નાસિંહ જોયું તો એ પુસ્તક નેતાજી વિષે જ હતું ! હવે તો હદ થઇ . છન્નાસિંહ નો પિત્તો ગયો . દાઢી પર હાથ ફેરવાયા કરતા બંગાળીબાબુ ને તેમણે કહ્યું : “તમે લોકો સમજો છો શું ? નેતાજી સિવાય બીજી કોઈ વાત જ કરતા નથી ! તમારા બંગાળમાં જ સ્વાતંત્ર્ય વીરો પાક્યા છે ? બીજે ક્યાંય નહિ ?”

” એવું નથી ” બંગાળી એ કહ્યું . ” પણ અમારા રાજ્ય નો નંબર પહેલો આવે ,કેમ કે ઘણાખરા ક્રાંતિકારીઓ બંગાળના હતા .”

“ખોટી વાત !” છન્નાસિંહ એ ઘાંટો પાડ્યો .”સૌથી વધુ ક્રાંતિકારીઓ પંજાબ ના હતા .”

“એક કામ કરીએ . હું બંગાળના ક્રાંતિવીરો ગણાવું અને તમે પંજાબના ગણાવો .” દાઢીવાળા બંગાળીબાબુ એ કહ્યું .”જોઈએ કોણ વધુ નામ ગણાવે છે .”

” મંજૂર !” છ્ન્નાસિંહ બોલ્યા . “તમે કોઈ એક બંગાળી લડવૈયાનું નામ બોલો , એટલે તે સાથે મારી દાઢીમાનો એક વાળ ખેંચી કાઢવાની તમને છૂટ ! એ જ રીતે દરેક પંજાબી અમર શહીદનું નામ ગણાવ્યા પછી હું પણ તમારી દાઢીનો એક વાળ તોડીશ !”

“ખૂદીરામ બોઝ !” કહીને બંગાળીએ છન્નાસિંહ ની દાઢી તરફ હાથ લંબાયો અને સટાક કરીને એક વાળ ખેંચી કાઢ્યો . છન્નાસિંહની બબળતરા નો પાર ન રહ્યો .

“શહીદ ભગતસિંહ !” કહીને તેમણે તરત બંગલીબાબુ ની દાઢીનો એક વાળ જોરથી ખેંચી તોડીને લીધો .

“ચિત્તરંજન દાસ !” એમ કહીને બંગાળીબાબુએ પણ છ્ન્નાસિંહની દાઢીનો વધુ એક વાળ ઉખેડી નાખ્યો .

“લાલા લાજપતરાય !” છન્નાસિંહએ વળી બીજું નામ આપ્યું .

“અરવિંદ ઘોષ !” બંગાળીબાબુ એ વળતો જવાબ દીધો અને ફરી છ્ન્નાસિંહની દાઢીનો એક વાળ ઓછો કરી નાખ્યો .

આ રીતે વીસ મિનીટ સુધી ચાલ્યું . બંગાળીબાબુ તો એક પછી એક અમર શહીદ નું નામ અપાતા જ ગયા , પરંતુ છ્ન્નાસિંહ ને પંજાબી ક્રાંતિકારીઓના વધારે નામો સુઝતા ન હતા . આથી તેમની દાઢી સાવ પાંખી થવા લાગી , જયારે બંગાળીબાબુની દાઢીના વાળ હવે તેઓ ચૂંટી શકતા ન હતા .

છન્નાસિંહ મૂંઝાયા . દાઢીનો લગભગ દરેક વાળ જડમૂળ સહીત નીકળતો હતો , એટલે તેમને સખત પીડા અને બળતરા થતી હતી . મગજ પણ તપી ગયું હતું . છેવટે તેમણે મોટા અવાજે બૂમ પાડી : ” જલિયાંવાલા બાગ !”

–અને પછી તરત બંને હાથ લાંબા કરીને બંગાળીબાબુની આખી દાઢી જ તેમણે જડમૂળથી ખેંચી કાઢી !

સૌજન્ય: સફારી જોક્સ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s