એક અનોખું સિનેમા વિશ્વ: Marvel Cinematic Universe (Phase 1: July 2006 – April 2012)

marvel-logo

સુપરહીરો બનવું કોને નથી ગમતું…?! And I‘m a sucker for Super-Hero Movies. આમ તો ઘણી બધી comics ના અને Studios ના સુપરહીરો મુવીઝ રીલીઝ થતા હોય છે પણ એમાં Marvel એ તો ખરેખર એક અલગ જ દુનિયા ઉભી કરી છે. આમ તો Marvel comics ની રીતે જોવા જઈએ તો આ Universe એટલા બધા સુપર હીરોઝ છે કે વાત ના પુછો ! Marvel ની પણ ઘણી બધી મુવી ફ્રેન્ચાઈઝ આવી છે જેવી કે Spider-Man, X-Men, Blade, The Punisher, Ghost Rider, Fantastic Four, The Amazimg Spider-Man વગેરે વગેરે, પણ અહી હું સ્પેસિફિક Marvel Cinematic (The Avengers) Universe ની વાત કરવા જઈ રહ્યો છું. So let’s get it started…

વાત છે વર્ષ 2004ની, Marvel Studios હવે self financed મૂવીઝ બનાવવા માટે વિચાર કરી રહ્યું છે; પહેલેથી જ Spider-Man અને X-Men સીરીઝના હકો તો Sony અને Fox studios ને વેચી દીધેલા હતા અને તેમણે તો મૂવીઝ બનાવીને રીલીઝ પણ કરી દીધા વળી તે box office પર ટંકશાળ સાબિત થયા હતા, બંને સીરીઝ ના બે-બે મૂવીઝ રીલીઝ થઇ ચુક્યા હતા એટલે હવે Fox અને Sony પાસે થી હકો પાછા ખરીદવા નો તો કોઈ પ્રશ્ન જ ન હતો એટલે હવે જે મૂવીઝ નથી બન્યા એવા મૂવીઝના હકો જુદા જુદા studios પાસેથી પાછા ખરીદીને જ બનાવવા પડે એમ છે એટલે હવે એ દિશામાં આગળ વધવું એમ નક્કી થાય છે.

વર્ષ છે 2005નું, Iron Man પર મૂવી બનાવવાનું નક્કી થાય છે અને તેના માટે સ્ક્રીપ્ટ લખવા માટે અને મૂવી direct કરવા માટે જુદા જુદા લેખકો અને directors નો સંપર્ક કરવામાં આવે છે પણ 30થી પણ વધારે લેખકો અને directors તેને રીજેક્ટ કરીને પાછી મોકલે છે, છેવટે Jon Favreau તૈયાર થાય છે, પણ બજેટ લીમીટેડ છે, casting શરૂ થાય છે અને Robert Downey Jr ને ફાઈનલ કરવામાં આવે છે (પહેલા Robert એ drug addict હતો અને તેના કારણે તેની પહેલાની ઘણી મૂવીઝ ભંગાણે પડી હતી અને તેને છેવટે કાઢી મૂકવામાં આવેલો અને તેની પત્નીએ પણ કંટાળીને તેને છોટા-છેડા આપી દીધેલા, છેવટે તેને ભાન થતા તે rehab માં દાખલ થાય છે અને addiction થી મુક્ત થઈને બહાર આવે છે અને હવે પોતાની જાત ને re-establish કરવા માટે તેના પ્રયત્નો ચાલુ હતા.); સમગ્ર આધાર Iron man મૂવી પર છે જો તે box office પર સફળ થાય તો જ આગળ વધી શકાય એમ છે નહીતર studio ને તાળા મારવા પડે એવી પરિસ્થિતિ છે !

વર્ષ છે 2006નું અને સ્થળ છે San Diego Comic-Con International, Marvel Studios ની પેનલ એવી જાહેરાત કરે છે કે હવે અમે સ્વતંત્ર studio છીએ અને studio નું પ્રથમ મૂવી Iron Man અને તેના પછી The Incredible Hulk હશે, જો તે hit જશે તો ભવિષ્યમાં બીજા મૂવીઝ પણ બનશે અને તેમાં ક્રોસ-ઓવર પણ જોવા મળી શકે છે અને કદાચ તે Avengersમાં પણ પરિણમી શકે છે. બીજા દિવસે એવા સમાચાર છપાય છે: Spider-Man સાવધાન! Marvel હવે તેના સુપર હીરોઝની B-team લઈને આવી રહ્યું છે (પણ એ વખતે કોને ખબર હતી કે એ B-team જ આગળ જતા A-team બની જશે!).

ironman1 original-1 Marvel-Cinematic-Universe-Box-Art_01

સમય છે May 2008નો, Iron Man રીલીઝ થઇ ચુક્યું છે અને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી ચુક્યું છે. Avengers માટેનું પહેલું પગથીયું Marvel એ હેમખેમ પાર કરી લીધું હતું;  મૂવીમાં એક character Agent Phil Coulson વચ્ચે વચ્ચે હાજરી પુરાવી જાય છે, જે Startagic Homeland Intervention Enforcement & Logistic Department (ટૂંક માં S.H.I.E.L.D.) નો એજન્ટ છે એમ બતાવવામાં આવ્યું છે, તો વળી મૂવીના post credit સીનમાં S.H.I.E.L.D.ના director Nick Fury અને Tony Stark વચ્ચેનો એવો સંવાદ છે કે જેમાં Nick Fury એ Tony ને એમ કહે છે કે તને શું લાગે છે કે આખી દુનિયામાં તું ફક્ત એક જ Super Hero છે?! હવે તું એક મોટા Universe નો ભાગ છે.જે એકદમ સૂચક છે કારણકે, તેના દ્વારા Marvel પણ આપણને એમ કહે છે કે હવે ફક્ત Iron Man નહિ પણ બીજા સુપર હીરોઝ પણ આવી રહ્યા છે અને Universe મોટું થઇ રહ્યું છે.

incredible_hulk_xlgincredible-hulk-poster-0

Marvel-Cinematic-Universe-Box-Art_06

સમય છે June 2008નો, The Incredible Hulk પણ રીલીઝ થઇ ચુક્યું છે અને એ પણ સફળતાના શિખરો સર કરી ચુક્યું છે. મૂવીના છેલ્લા દ્રશ્યમાં General Ross એક બારમાં બેઠા છે અને ત્યારે જ Tony Stark નું આગમન થાય છે, જે પહેલા તો પોતાના આગવા અંદાજમાં Genral ને ટોણો મારે છે અને ત્યાર બાદ Avengers Initiative વિષે જણાવે છે અને મૂવી પૂરું થઇ જાય છે. આ તબક્કે આપણને ખબર પડે કે હવે ધીમે ધીમે Avengers તરફ જવાની શરૂઆત થઇ ચુકી છે.

પ્રથમ બે મૂવીઝ ને સફળતા મળ્યા પછી હવે Marvel Studios નો Avengers તરફ આગળ વધવાનો વિચાર મક્કમ બની ગયો છે અને હવે એ તરફ આગળ વધવાની શરૂઆત કરવામાં આવે છે, હવે Iron Man 2 બનાવવા માટે ઝંડી મળી ચૂકી છે અને આગળ બીજા મૂવીઝનો પ્લાન પણ બની રહ્યો છે. Phase 1 of Marvel Cinematic Universe is on the go!

iron_man_poster_1200iron-man-2-movie-poster-war-machine-405x600

Marvel-Cinematic-Universe

May 2010, Iron Man 2 રીલીઝ થાય છે અને fans ફરી એક વખત Marvel ના આ મૂવીને વાજતે-ગાજતે વધાવી લે છે. આ મૂવીમાં Natasha Romanoff એટલેકે Black Widow ને introduce કરવામાં આવી અને જોડે જોડે Nick Fury પણ પોતાનો S.H.I.E.L.D. ના director તરીકે વધુ સ્ક્રીન ટાઇમ સાથે પાછા ફરે છે. તો મૂવીના છેલ્લા દ્રશ્યોમાં Tony Stark અને Nick Fury વાતો કરતા નજરે પડે છે જેમાં Nick એ Tony ને તેના assesment વિષે જણાવે છે જેમાં Tony ફેલ થાય છે ત્યારે થોડા negotiation બાદ Tony ને S.H.I.E.L.D. ના સલાહકાર તરીકે નિમવામાં આવે છે; આ સીનને ઝીણવટથી જુઓ તો ખબર પડે કે background માં જે screens મુકેલી હોય છે તેમાં એક માં Hulk ના incident વિશેનો રિપોર્ટ ચાલુ હોય છે, બીજી સ્ક્રીનમાં Thor ના હથોડો પૃથ્વી પર જ્યાં આવીને પડ્યો હોય તે જગ્યાની સેટેલાઈટ તસ્વીર હોય છે અને ત્રીજી સ્ક્રીનમાં દુનિયાના નકશામાં અમુક સ્થાનો પર હાઇલાઇટ કરેલા નજરે પડે છે જેમાંનું એક આફ્રિકામાં છે જે ભવિષ્યમાં Black Panther મૂવી માટેનું પોઈન્ટર છે. પોસ્ટ ક્રેડીટ સીનમાં તો Agent Coulson New Maxico પહોચે છે અને પછી એક જગ્યાએ પહોંચીને Fury ને call કરીને કહે છે “I Found it, sir.”, જ્યાં એક ખાડામાં Mjolinir (Thor’s Hammer) પડ્યો છે. તથા Iron Man અને Iron Man 2 બંનેમાં મૂવી દરમિયાન એક સીનમાં Captain America ની ઢાલ Tony ના ઘરમાં પડેલી જોવા મળે છે.

July 2010, Edward Norton એવી જાહેરાત કરે છે કે હવે પોતે Dr. Bruce Banner/Hulk નો રોલ નહિ કરે એટલેકે Avengers મૂવીમાં તે કામ નહિ કરે. Fans ને ઝટકો લાગે છે કે હવે Hulkના ભવિષ્યનું શું? પણ Marvel Studios તરત જ મહિનાની અંદર Mark Ruffalo ને Avengers માં Hulk ના રોલ માટે sign કરી લે છે. જેને fans અને critics તરફથી મિશ્ર પ્રતિસાદ સાંપડે છે. અમુક લોકોના મત મુજબ તે Hulk તરીકે સેટ થતો ન હતો (પણ એ વખતે કોઈને ખબર ન હતી કે Mark નો Hulk તો Edward ના Hulk કરતા પણ સવાયો સાબિત થવાનો હતો). સાથે સાથે Joss Whedon ને Avengersના director તરીકે sign કરવામાં આવ્યા જે પોતે Avengers comics ના ખૂબ મોટા fan છે.

April 2011, The Avengers ના શૂટિંગ માટેની શરૂઆત થઇ ગઈ છે.

Thor_Official_PosterThorMoviePoster

Marvel-Cinematic-Universe-Box-Art_07

May 2011, Thor રીલીઝ થવાની તૈયારી છે, પણ આ એક જુગાર હતો કેમકે Thor નું કેરેક્ટર fans સિવાય બીજા લોકો માટે અજાણ્યું હતું એટલે તેને કેવો રિસ્પોન્સ મળશે એ નક્કી નથી. Thor રીલીઝ થાય છે અને fans સાથે સાથે સામાન્ય લોકો પણ Thor ને આવકારે છે અને Marvel નો જુગાર સફળ રહે છે. આ મૂવીમાં પણ Agent Coulson થોડી થોડી વારે હાજરી પુરાવ્યા કરે છે, તથા એક સીનમાં Hawkeye પણ નજરે ચડે છે; તો મૂવીના પોસ્ટ ક્રેડીટ સીનમાં Dr. Eric Selvig ને Nick Fury એક ખૂફિયા જગ્યાએ જાય છે જ્યાં તેમને Tesseract દેખાડે છે અને ત્યારે જ Loki પણ નજરે પડે છે.

Captain-America-UK-Poster-405x600captain-america-movie-poster-image-384x600

Marvel-Cinematic-Universe-Box-Art_05

July 2011, The Avengers પહેલાનું છેલ્લું મૂવી Captain America: The First Avenger રીલીઝ થાય છે, લોકોને આ મૂવી પ્રત્યે ખૂબ આશાઓ હતી પણ આ મૂવી લોકોની આશાઓ પર ખરું ઉતારી શક્યું નહિ, અમુક fans ના મતે મૂવી ફક્ત Captain America ને Avengers માં લાવવા માટે ઉતાવળે બનાવી દેવાયું હોય એવું હતું, અને છતાય Avengers પહેલાનું છેલ્લું મૂવી હોવાથી દર્શકોએ જોયું તો ખરું જ; જોકે criticsના મતે તો મૂવી સારું હતું .

Captain America માં તો શરુઆત થી જ Avengers connection જોવા મળે છે, પહેલા Hydra નો કમાન્ડર Johann Schmidt/Red Skull Tesseract શોધતો હોય છે જે તેને મળી જાય છે; તો વળી Howard Stark (Tony Star/Iron Man ના પિતા) Steve Rogers ના મિત્ર બની જાય છે અને તેની ઢાલ પણ ને તેમણે જ બનાવેલી હોય છે; તો મૂવીના અંતે Captain America જયારે ભાનમાં આવે છે તો 70 વર્ષ વીતી ગયેલા હોય છે અને તેઓ S.H.I.E.L.D.ની કોઈ facility માં ઉઠે છે જ્યાંથી એ ભાગવાનો પ્રયત્ન કરે છે ત્યારે Nick Fury આવીને શું થયું એ બધું સમજાવે છે. તથા S.H.I.E.L.D.ની પૂર્વગામી સંસ્થા Strategic Scientific Reserve નો ઉલ્લેખ પણ મૂવીમાં જોવા મળે છે. મૂવીના અંતે Avengersનું trailer જોવા મળે છે.

avengers-movie poster avengers-poster

Marvel Avengers

April-May 2012, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એ મૂવી The Avengers રીલીઝ થવાનો સમય આવી ગયો હતો, એકદમ જોરદાર star-cast અને director મળીને શું box office પર કરિશ્મા કરી દેખાડશે કે પછી “નામ બડે ઔર દર્શન છોટે!” એવું થશે ? રીલીઝ ડેટ આવી અને મૂવી રીલીઝ થયું અને લોકોની આશાઓ અને box office એમ બંનેમાં મૂવી ખરું ઉતર્યું. આગળના દરેક મૂવી સાથે બંધબેસતું અને દરેક વસ્તુનું ધ્યાન રાખીને બનેલ મૂવીએ કમાણીના રેકોર્ડ તોડી દીધા અને Avtar અને Titanic બાદ ત્રીજા ક્રમે પહોચ ગયું.

મૂવીની વાર્તા જ એકદમ અદભૂત અને સંપૂર્ણ કાલ્પનિક હોવા છતાં એકદમ realistic લાગે એવી; આટલા મોટા ગજાના અને જુદી જુદી જગ્યાએથી આવેલા સુપર હીરોઝ ભેગા થાય એટલે તેમનામાં ઘર્ષણ થાય તે એકદમ સ્વાભાવિક વાત છે, આ વસ્તુને Joss Whedonએ એકદમ કુશળતા પૂર્વક બતાવી છે; તો આટલી મોટી જાસુસી સંસ્થા S.H.I.E.L.D. હોય તો તેના પણ ઘણા રહસ્યો હોવાના એ પણ બખૂબી પૂર્વક કંડારાયું છે; અને જેમ જુદા જુદા લોકો વચ્ચે એકતા સાધવા માટે તેમની વચ્ચેની કોઈક કોમન વસ્તુનો સહારો લેવો પડે એમ જ આ સુપર હીરોઝને ભેગા કરવા માટે બધાના લાડલા એવા Agent Coulson ની શહીદી એ બધા સુપર હીરોઝને ભેગા થઈને લડવા માટેનું કારણ પૂરું પાડે છે. Everything is there for a reason and everything happens for a reason(And that’s why it’s my favourite movie of all time).

avengers assemble

વળી પાછું મૂવી Marvelની ટ્રેડમાર્ક style માં બન્યું છે, એટલેકે humor અને મસ્તીથી ભરપુર છતાં વિષયને વળગીને એકદમ ગંભીર મૂવી. મૂવીના અંતે પોસ્ટ ક્રેડીટ સીનમાં Thanos જોવા મળે છે, તથા બીજા પોસ્ટ ક્રેડીટ સીનમાં બધા Avengers ભેગા મળીને shawarma ખાતા નજરે પડે છે. મૂવીના અંત સાથે Marvel Cinematic Universeના Phase 1 નો અંત આવ્યો, like end of an era!

તો એક નજર આ તરફ: અહીં Marvel Cinematic Universe ની Avengers પહેલાની time-line સરસ રીતે રજુ કરાઈ છે:

Marvel Cinematic Universe Timeline

પણ Phase 1 માં ફક્ત આટલા મૂવીઝ જ નહોતા, એ સિવાય ચાર Short Films પણ હતી જે જુદા જુદા મૂવીઝની DVD અને Blu-ray રીલીઝ સાથે આવ્યા હતા, અને આ short films એ Marvel One-Shot તરીકે ઓળખાય છે જે મૂવી પછી અને બે મૂવીઝની વચ્ચે શું થઇ રહ્યું છે એ બતાવવા માટે છે. ટૂંકમાં મૂવીઝને જોડતી સાંકળની આ નાની કડીઓ છે. Phase 1 ના Marvel One-Shotsઆ મુજબ છે:  Agent Carter (2013)A funny thing happened on the way to Thor’s Hammer (2011) ,The Consultant (2011) , Item 47 (2012).

PhotoGrid_1401880961854

દરેક મૂવી ને એક બીજામાં inter link કરી આટલા લાંબા પ્લાન સાથે કોઈ movie franchise નું નિર્માણ કરવું એ કંઈ જેવી-તેવી વાત નથી ,અને એટલે જ Marvel Studios ને એ દાદ આપવી પડે. એમ-ને-એમ જ કંઈ આ Movie franchise વિશ્વ ની highest grossing film franchises માં 3જા ક્રમે નથી! (#1:Harry Potter & #2:James Bond ). Detail oriented planning એ તેનું મોટું પાસું છે .

Marvel નો આ પ્લાન એટલો તો સફળ રહ્યો કે બીજા studios પણ આવી રીતે તેમની મૂવી ફ્રેન્ચાઈઝનું Universe expand કરવાનું વિચારી રહ્યા છે; Sonyએ Amazing Spider-Manનું Universe બનાવ્યું છે જેમાં હવે The Sinister Six અને Venom ના અલગ મૂવી આવશે; એ જ રીતે Warner studios પણ DCનું Universe બનાવી રહ્યું છે જેમાં આગામી ફિલ્મ Batman v Superman: Dawn of Justice આવી રહી છે. Hollywood સિનેમાના મોભીઓ અને જાણકારો આને Marvel effect કહી રહ્યા છે, જેણે શૂન્યમાંથી સર્જન કરી એક અદભૂત વિચારને realityમાં બદલી નાખ્યો અને બીજાને સફળ થવા માટે પોતાના પગલે ચાલવા માટે મજબૂર કરી દીધા.

આ વીડિઓ Phase 1 ની તમામ ફિલ્મોને આવરી લે છે, તો એક નજર ફેરવી લો:

અને Phase 2 પણ રંગે-ચંગે ચાલુ થઇ ચુક્યો છે પણ તેની વાત હવે બીજી પોસ્ટમાં કરીશ.

9 thoughts on “એક અનોખું સિનેમા વિશ્વ: Marvel Cinematic Universe (Phase 1: July 2006 – April 2012)

  1. 1] માર્વેલ સોલો ફિલ્મ તરીકે આર્યનમેન અત્યાર સુધીનું મારું પ્રિય’માં પ્રિય મુવી છે [ જોકે બીજો ભાગ ઘણો નિરાશાજનક રહેલો ] તેવી જ રીતે ‘ હલ્ક ‘ મારી વધુ એક ગમેલી મુવી રહેલી [ એંગ લી’વાળી . . જોકે વિવેચકો’એ તેને ધોઈ નાખેલી , અને તેનાથી ઉલટું મને ‘ ઇન્ક્રેડીબલ હલ્ક ‘ જરા પણ પસંદ નહિ આવેલી 😦 ] , પણ હવે હલ્ક તરીકે ‘ માર્ક રફેલો ‘ ઝક્કાસ ફીટ થાય છે ( હું હંમેશા ગુસ્સા’માં જ રહું છું 😉 )

    2] થોર અને કેપ્ટન અમેરિકા પણ મને ખુબ જ ગમેલા [ બંને’માં એક ઓરીજીનલ ફીલિંગ્સ હતી ]

    3] ધ એવેન્જર્સ’ની રીપીટ વેલ્યુ ખુબ જ છે [ હું નહિ નહિ ને ચારેક વાર જોઈ ચુક્યો હોઈશ , પણ હજુયે એવી મોજ પાડી દ્યે છે : જયારે ” એક્સમેન : ડેયસ ઓફ ફ્યુચર પાસ્ટ ” રેટિંગ’માં તેનાથી ઘણું આગળ છે તેમ છતાં તેની રીપીટ વેલ્યુ વિષે મને શંકા છે ! ]

    ” માર્વેલ ફેઝ 1 ” વિષે ખુબ જ અદભુત લેખ લખ્યો છે , રોનક . . હેટ્સ ઓફ [ ટોપીઓ નીચે 😉 ] નવી પોસ્ટ’ની રાહમાં . . .

    Liked by 2 people

    • આભાર નીરવ ભાઈ,

      1] મને પણ Captain America અને Thor બંને ગમેલા, જો કે મને નવું Hulk વધારે ગમે છે. 🙂

      2] ભવિષ્યમાં Mark Ruffalo ની Hulk તરીકે સોલો ફિલ્મ આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે એવું Marvel જાહેર કરી ચુક્યું છે. 😀

      3] Avengers તો મેં એટલી બધી વાર જોયું છે કે I lost count…! 😛

      Like

  2. પિંગબેક: એક અનોખું સિનેમા વિશ્વ: Marvel Cinematic Universe (Phase 2: May 2012 – May 2015) | રોનક

  3. પિંગબેક: એક અનોખું સિનેમા વિશ્વ: Marvel Cinematic Universe (Phase 2: May 2012 – Nov 2015) (Final Edit) | રોનક

Leave a comment