કેમ એક નવી શરૂઆત ?

આમ તો હું છેલ્લા બે વર્ષ થી wordpress પર લખું છું, પણ મારો જે પહેલો બ્લોગ (રમતિયાળ હું) હતો એમાં મને થોડા સુધારા વધારા કરવાનું શૂરાતન ચઢ્યું અને એમાં ને એમાં મેં થોડા લોચાઓ નો ઘટના ક્રમ સર્જી કાઢ્યો અને ત્યાં થી પાછા ફરી શકાય એમ ન હોવા થી આ નવો બ્લોગ ચાલુ કરવાનો નિર્ણય લીધો; તથા ગઈ કાલે ખાં-ખાં-ખોળા કરતા મારું ધ્યાન ગયું કે જયારે કોઈ મારી પોસ્ટ ખોલે તો મારી થીમના ફોરમેટ ને કારણે તે વ્યક્તિ મારા બ્લોગની બીજી કોઈ પોસ્ટ કે લીંક ને જોઈ પણ ના શકે તો તેને ખોલવાનો તો કોઈ સવાલ જ નથી ! આ કારણે મારી કોઈ એ પોસ્ટ ટોપ પોસ્ટ માં આવે પણ મારો બ્લોગ બિચારો થીમ ના ખામી ભર્યા ફોરમેટનો શિકાર બનતો .

તો હવે એક નવી શરુઆત સાથે નવા ફોરમેટમાં મારો બ્લોગ ફરીથી શરુ કરવા જઈ રહ્યો છું, તો આશા રાખું છું કે જો તમે મારો પહેલો બ્લોગ follow કરતા હશો તો આ બ્લોગ પણ follow જરૂર કરશો; જો પહેલી વાર જ મને જોતા હોવ તો મને એક વાર અજમાવી જોશો એવી આશા રાખું છું.

અને હા મારા જુના બ્લોગ માંથી અમુક સારી અને અમુક મને ગમતી પોસ્ટ્સ અહી હું ફરીથી મુકીશ, તો જો પહેલી વાર ચુકી ગયા હોવ તો આ વખતે તો જોઈ લેજો.

તો વાચક મિત્રો, તમે મારી નવી શરૂઆતનો રસાસ્વાદ માણી શકો અને મારી આ નવી શરૂઆત સફળ રહે એવી આશા સાથે વિરમું છું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s